________________ આઠમે સર્ગ. (175) સર્વ કળામાં નિપુણ હોવાથી તે નૃત્ય જોવામાં કેતુકી થયો, અને તેમાં પુરૂષના પ્રવેશને અસંભવ હોવાથી એકાંતમાં જઈ તેણે પિતાનું સ્ત્રીરૂપ બનાવ્યું. પછી ઉત્તમ વીણા હાથમાં લઈ તે બુદ્ધિમાન રતિસુંદરીના પરિવારમાં મળી ગયે અને તેની સાથે રાજસભામાં આવ્યું. નાટ્યની સર્વ સામગ્રી તૈયાર થઈ ત્યારે રાજા કેટલાક સભાસદો સહિત સભામાં આવીને બેઠે અને બીજા સર્વે નાટ્યાદિક જેનાર માણસોને દૂર બેસાડ્યા. પછી રાજાએ પરિવાર અને સામગ્રી સહિત વિજયાને પ્રથમ નાટ્ય કરવાનો હુકમ આપે, એટલે તેણીએ પણ પ્રથમ નાંદી કરી, અને પછી યોગ્ય રીતે આરંભેલા ગીત, વાદ્ય, અને લયને અનુસરી વિવિધ પ્રકારના કરણાદિકવડે મનોહર નૃત્ય પ્રારંવ્યું. આશ્ચર્યના અદ્વિતીય રસમાં મગ્ન થયેલી સર્વ સભાને રંજન કરતી તે વિજયા અનુક્રમે વંશ, ભાલું, ખરું અને છરીના અગ્ર ભાગપર નૃત્ય કરવા લાગી. ત્યારપછી ચેખાના ઢગલા ઉપર સોય અને તેના અગ્ર ભાગપર પુષ્પ મૂકી, તેના પર તેણુએ નૃત્ય કર્યું. આ દરેક નૃત્ય સમયે રાજા વિગેરેએ તેને મોટું દાન આપ્યું. આ નૃત્ય કરવામાં તેણુએ ભ્રકુટિ, નખ અને આંગળીઓની ભૂલભરેલી રચનાઓ (ચેષ્ટાઓ) કરી તે રતિસુંદરીએ સભ્યોને કહી બતાવી. ત્યારપછી રાજાની આજ્ઞાથી રતિસુંદરીએ દેવોને પણ મેહ પમાડે તેવા તે તે સર્વ જાતિના નૃત્યપ્રકારે લીલામાત્રમાં જ કરી બતાવ્યા. તેણુના નૃત્યમાં સ્ત્રીરૂપે આવેલ કુમાર વીણા વગાડતે હતું, તેને ધ્વનિ ચતુર પુરૂષોના કર્ણને અમૃત જેવું લાગતું હતું. દેવને પણ દુર્લભ એ તે વીણાનો કઈ અદ્ભુત ધ્વનિ થતો હતો, કે જેથી હસ્તી, અશ્વ વિગેરે પશુઓ પણ સ્તબ્ધ થઈ ગયા, તે પછી મનુષ્યની તે વાત જ શી કરવી? તે કુમારની વીણાના ધ્વનિવડે રતિસુંદરીનું નાટ્ય એવું અદભુત થયું, કે તેનાથી રંભા અપ્સરા પણ પરાજય પામે, તે આ વિજય પરાજય પામે તેમાં શું કહેવું? 1 નૃત્યકળાની રીતિ વિશેષ , . . . . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust