________________ (12) જયાનંદ કેવળી' ચરિત્ર. ષધિંથી કેવળ કૌતુકાદિકજ થઈ શકે છે. આના મંત્રની સાધના તથા વિધિ વગેરે સર્વ પહેલી ઔષધિની જેમ જાણવું. તેનાથી અર્ધ પ્રમાણવાળી આ ત્રીજી ધોળી ઔષધિ સર્વ રોગને હરણ કરનારી છે, તે સ્થાવર અને જંગમ સર્વ પ્રકારના વિષને હણે છે, તેનું પાણી છાંટવાથી ઘાત અને ત્રણ વિગેરે તત્કાળ રૂઝાઈ જાય છે. તેમજ ગચેલાં નેત્રે પણ પાછાં આવે છે. તેની સાધના કાંઈ પણ નથી. તેનાથી પણ અર્ધ પ્રમાણવાળી આ ચેથી નીલવર્ણની ઔષધિ છે. તેને તેના મંત્રવડે મંત્રીને જે કઈ ચેતન કે અચેતન પદાર્થના મસ્તક ઉપર રાખવામાં આવે તો તે તેને પૂછેલી ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળ સંબંધી સર્વ હકીકત કહી આપે છે. તેના મંત્રની સાધના પ્રથમની જેમ છે. તે મંત્ર આ પ્રમાણે –“ઝાઁ માટે ઘરે શાસને પ્રશ્નાર્થ વ૬ રે વાદા !" આ પાંચમી શ્યામવર્ણ વાળી ઔષધિ છે. તે પોતાના જળવડે દુષ્ટ કામણ, દુષ્ટ મંત્ર, ચૂર્ણ અને ઔષધિ વિગેરેથી ઉત્પન્ન થયેલા દોષોને હણે છે.” આ પ્રમાણે તેને વિધિ, પ્રભાવ વિગેરેને હૃદયમાં ધારણ કરી કુમાર હર્ષ પામી તે ક્ષેત્રપાળ સહિત સાધકની પાસે ગયે. ત્યાં દેવે સાધકને કહ્યું કે--“હે ભદ્ર! આ કુમારના પ્રભાવથી હું તારાપર તુષ્ટમાન થયો છું; તેથી હવે ધ્યાન છેડીને મારી આજ્ઞાથી તું તારી ઈચ્છા પ્રમાણે ઔષધિઓ ગ્રહણ કર.” તે સાંભળી સાધકે પણ હર્ષ પામી તેની પૂજા કરી. ત્યારપછી " કાર્ય વખતે મારૂં મરણ કરજે” એમ કુમારને કહી, તેને નમસ્કાર કરી તથા તેની રજા લઈ તે દેવ અંતર્ધાન થયો. પછી તે સાધક પરિવ્રાજકે પણ તે પર્વત ઉપર ચોતરફ ભ્રમણ કરી કરીને પોતાના ભાગ્યને અનુસાર વિધિપ્રમાણે કેટલીક થોડા પ્રભાવવાળી ઔષધિઓ ગ્રહણ કરી. પછી કુમારપાસે આવી તેણે કહ્યું કે–“હે કુમાર ! તમારા પ્રભાવથી મારૂં વાંછિત સિદ્ધ થયું છે. હવે હું તમારી આજ્ઞાથી મારે સ્થાને જાઉં છું " ત્યારે કુમારે પણ હર્ષ સહિત તેને જવાની રજા આપી. અન્યને ઉપકાર થવાથી તેને આનંદ થશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust