________________ આ સર્ગ. (163) ત્યારપછી જયાનંદ કુમાર પયંકપર આરૂઢ થઈ આકાશ માગે જતાં રત્નપુરના ઉદ્યાનને માથે આવ્યા. ત્યાં તેણે એક મનોહર ચૈત્ય જોયું. તેનું ઉલ્લંઘન કરવાથી આશાતના થશે એવા ભયથી નીચે ઉતરી તેમાં પ્રવેશ કર્યો, અને વિધિપૂર્વક જિનેશ્વરને વંદના કરી. તે સ્થાન સાધનને ગ્ય જાણી પત્યેકને વીંખી નાંખી તેનેચત્નથી કેઈ સ્થાને ગુપ્ત કરી સ્નાનાદિકવડે પવિત્ર થઈ સર્વ વિધિવિધાનને જાણનાર તે કુમારે શ્રી યુગાદિ તીર્થકરની પાસે તેનાજ ધ્યાનમાં મગ્ન થઈ ત્રણ ઉપવાસે ત્રણે મંત્ર સાધી લીધા. ત્યારપછી હર્ષથી જિનેશ્વરની પૂજા કરી તેણે ફળો વડે પારણું કર્યું, અને વિધિ પ્રમાણે પહેલી ઔષધિથી પાંચસે રત્ન પ્રાપ્ત કર્યા. પછી ત્યાં તેણે મટી પૂજાપૂર્વક અષ્ટાહ્નિકા મહોત્સવ કર્યો. . ત્યારપછી કુમારે તે રત્નપુર નગરમાં પ્રવેશ કર્યો અને ફરતાં ફરતાં મકાન ભાડે લઈને તે એક નિર્ધન શ્રાવકના ઘર પાસે રહ્યા. પછી ગોશીષચંદનની અતિ નાની જિનપ્રતિમા કરાવી તથા સદ્ગુરૂ પાસે તેની પ્રતિષ્ઠા કરાવી હમેશાં તેની પૂજા કરવા લાગ્યા; અને જિન પૂજા કર્યા પછી તે પહેલી ઔષધિની પૂજા કરી તેની પાસેથી ત્રણ પુરૂષાર્થને સાધનારાં પાંચસો ઉત્તમ રત્ન મેળવવા લાગ્યા પછી ઔષધિ સહિત તે જિનપ્રતિમાને એક સોનાના દાભડામાં મૂકી તેની પૂજા કરી ગર્ભગૃહ (અંદરના ઓરડા) માં બરાબર રક્ષણ થાય એવા સ્થાને તે દાભડે મૂક્યો. તે શ્રાવકના કુટુંબને તેણે ઇચ્છિત દાન આપી વશ કર્યું હતું, તેથી તે આખું કુટુંબ તેની નિરંતર ભક્તિ કરતું હતું. “દાનથી આખું જગત પણે વશ થઈ શકે છે. પછી નોકરને મોટો સમૂહ રાખી અથીઓને ઈચ્છિત દાન દે તે કુમાર સ્વેચ્છાએ ગીત-નાટ્યવડે રાજમાર્ગાદિકમાં કિડા કરવા લાગ્યા. તેનું ખરૂં નામ નહીં જાણનારા લોકેએ તેમના ઘરમાં અથીઓની વાંછા પૂરે તેટલી લક્ષ્મી વિલાસ જોઈ તેનું શ્રીવિલાસ એવું સાર્થક નામ પાડ્યું. તે રત્નપુર નગરમાં મનુષ્યને વિષે રત્ન સમાન રનરથ નામનો રાજા રાજ્ય કરતા હતા. તે પોતાની પ્રજાને અને શત્રુઓને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust