________________ (158) જ્યાનંદ કેવળી ચરિત્ર. આ પ્રમાણે કુમારે તર્જના કરી, એટલે ક્રોધથી અંધ થયેલ ક્ષેત્રપાળ ખર્ક અને મુગરને ઉંચા કરી કુમાર પ્રત્યે મારવા દોડ્યો. તે વખતે નમસ્કાર મંત્રનું સ્મરણ કરતો કુમાર પણ ઓષધિવડે તેનાજ જેવું રૂપ કરી હાથમાં પગ ધારણ કરી યુદ્ધ કરવા તૈયાર થયે. પછી ક્રોધથી પરસ્પર કીધેલા ઘાતને ચતુરાઈથી ચૂકાવતા અને ચિરકાળ સુધી મદોન્મત્ત થયેલા તે વીરે ખવડે યુદ્ધ કરવા લાગ્યા. તેમાં શ્રી જયકુમારને દુર્જય જાણી તે છળવાન અને બળવાન ક્ષેત્રપાળ ડમરૂ નામના વાજિત્રના કઠોર શબ્દવડે તેના કાનને વીંધતો, સર્પો પાસે તેના શરીરને ડંખાવત અને ખર્ક તથા મુગરવડે હતે, એમ એકી સાથે ચાર ભુજાવડે પોતાની સર્વ શક્તિથી યુદ્ધ કરવા લાગ્યા, કે જે જોઈને દેવે પણ ભય પામવા લાગ્યા. તે વખતે વિઘને હરનારી ઔષધિના બળથી અને ધર્મના બળથી કુમારે તત્કાળ ખવડે તેનું ડમરૂ ભેદી નાંખ્યું, સર્પોના કકડેકકડા કરી નાંખ્યા, મુગરનું ચૂર્ણ કરી નાંખ્યું, અને ખના સો કકડા કરી નાંખ્યા. “પુણ્યથી શું શું સાધી શકાતું નથી ?" પછી તે ક્ષેત્રપાળને શસ્ત્ર રહિત છ કુમારે પણ પોતાના ખર્ચને ત્યાગ કર્યો. આવી કુમારની લીલા જોઈ ક્ષેત્રપાળે ક્રોધ પામી નજીકના વૃક્ષને શસ્ત્રરૂપ કર્યું. ત્યારે કુમારે પણ વૃક્ષ ગ્રહણ કરી તે વડે તેના વૃક્ષને શીધ્રપણે ચૂર્ણ કર્યું. એ પ્રમાણે નવા નવા વૃક્ષો ગ્રહણ કરીને તેઓએ ચિરકાળ સુધી યુદ્ધ કર્યું. ત્યારપછી દેવોએ મનમાં આશ્ચર્ય પામી વારંવાર સ્તુતિ કરાતા અને મત્સરને ધારણ કરતા તે બન્ને મોટી મોટી શિલાઓ વડે યુદ્ધ કરવા લાગ્યા. ત્યારપછી ઉત્સાહ સહિત ભુજાવડે સ્કંધને અફળાવતા અને પગવડે પૃથ્વીને ફેડતા તે બને મલ્લયુદ્ધ કરવા લાગ્યા. કુકડા ઉડે ને પડે તેમ મુષ્ટિના પ્રહાર કરતા તે બન્નેને ઉડતા અથવા નીચે પડતા કઈ જાણું શકતા નહોતાં. તે બન્ને ભેળા થઈને પૃથ્વી પર આળોટતા સતા રતિક્રીડાની જેમ યુદ્ધને વિષે પણ આલેષ (આલિંગન) અને વિલેષ (જૂદા પડવા) નો અનુભવ કરવા લાગ્યા. તેમના યુદ્ધમાં ભુજાટ, ખભાના જબરજસ્ત આઘાત અને મુષ્ટિના સખ્ત પ્રહારથી ઉત્પન્ન થયેલા તથા સિંહનાદથી ઉત્પન્ન થયેલા, જગતને ભયંકર લાગે એવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust