________________ આઠમો સર્ગ. (157) આ પ્રમાણેના તેના વચન સાંભળી શ્રીજ્યાનંદ કુમાર બોલ્યા કે–“તારે તો આ યુદ્ધો કીડાને માટે થયાં, પરંતુ મારે તો અન્યના ઉપકારને માટે યુદ્ધો કરવાં પડ્યાં છે, છતાં તે તો મારી તેટલી ઈચ્છા પણ પૂરી કરી નથી, કારણકે પિતપોતાનાં શસ્ત્રોના સમૂહથી ભરેલા વિષ્ણુ, મહાદેવ, ઇંદ્ર, વિશ્વનો અંત કરનાર યમ કે બીજે કોઈ યુદ્ધમાં નિપુણ લકપાળ પણ કદાચ પોતાનું અતુલ પરાકમાં પ્રસિદ્ધ કરતા, મારી દષ્ટિ સન્મુખ ઉભા રહે, મારા ભુજયુગલની અત્યંત ખરજની કાંઈક પૂતી થાય. વળી શરીર કે ઉમ્મરની મોટાઈથી કાંઈ જીતી શકાતું નથી; તેજથી જ જીતી શકાય છે. કારણ કે સૂર્ય બાળક છતાં તેના તેજસ્વીપણાને લીધે તેના પાદે (કિરણે) ને ભૂધર (પર્વતો) પણ પોતાના મસ્તક (શિખર) પર ધારણ કરે છે. કહ્યું છે કે - "हस्ती स्थूलवपुः स चांकुशवशः किं हस्तिमात्रोङ्कशो, दीप प्रज्वलिते प्रणश्यति तमः किं दीपमानं तमः / कल्लोलोल्ललितो द्रुतं हि गलितो वार्धिश्च कुम्भोद्भुवा, तेजो यस्य विराजते स बलवान् स्थूलेषु कः प्रत्ययः // " હાથી મોટા શરીરવાળો છે તાપણ તે એક નાના સરખા અંકુશને વશ થાય છે, તો શું હસ્તી જેવડે મોટો અંકુશ હોય છે? નાનો પણ દીવો દેદીપ્યમાન સતે મોટું અંધારું નાશ પામે છે, તે શું દીવા જેટલું જ અંધારું હોય છે? અગત્ય ઋષિએ તરંગથી ઉછળતા સમુદ્રનું પાન કર્યું હતું, તે શું અગત્ય જેવડાજ સમુદ્ર છે? એમ નથી. જેનામાં તેજ વિરાજમાન છે, તે જ બળવાન છે, તેમાં મોટાને વિષે આધાર રાખવાનો નથી.” વળી ધીર પુરૂષે પરોપકારને માટે મૃત્યુની પણ પ્રાર્થના કરે છે. કારણ કે તેઓ મરણ પામ્યા છતાં પણ સ્થિર એવા ધર્મ અને યશરૂપી પ્રાણવડે જીવતા જ છે. મારો જય કે મરણ જે થવાનું હશે તે યુદ્ધથીજ જણાશે, માટે તારા બળની તને હજુસુધી ખાત્રી ન થઈ હોય તે ફરીથી પણ તારે ગમે તે પ્રકારનું યુદ્ધ કર.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust