________________ આઠમો સર્ગ. (159) શબ્દવડે પર્વતો ગર્જના કરવા લાગ્યા, પૃથ્વી ચલાયમાન થઈ, દિશાઓ બધિર થઈ, સમુદ્રો ખળભળવા લાગ્યા, નદીઓ ઉન્માર્ગે વહેવા લાગી, વૃક્ષેપરથી ફળો પડવા લાગ્યા, પર્વતનાં શિખરેપરથી શિલાઓ પડવા લાગી, પ્રેતો પ્રસન્ન થઈને નૃત્ય કરવા લાગ્યા. અને કેટલાક તો ભય પામીને નાશી ગયા. છેવટ કુમારે મુષ્ટિ વિગેરેનો પ્રહાર કરી કરીને તે ક્ષેત્રપાળને અત્યંત કાયર કર્યો અને પ્રહાર સહન ન કરી શકે તેવી સ્થિતિવાળો કરી દીધો. પછી તેને લીલાવડે આકાશમાં અત્યંત દૂર ઉછાળે. ત્યાંથી નીચે પડ્યો ત્યારે તેણે ભયંકર ચીસો પાડી મેટા પથ્થરોને પણ ચૂર્ણ કરી નાખ્યા. તેના આઘાતથી તેને તીવ્ર વ્યથા થઈ પરતું દેવ હોવાથી તેના શરીરના કકડા થયા નહીં. આ પ્રમાણે કુમારનો મહિમા અને અતુલ પરાક્રમ જોઈ ચમત્કાર પામેલ તે દેવ પિતાને હાર્યો માની પોતાનું દેવરૂપ પ્રગટ કરી બોલ્યા કે “હે વીર ! પૃથ્વીને વિષે દેવોથી પણ જીતી ન શકાય એવો તું એકજ છે. કારણ કે પૂર્વે સુર, અસુર કે નર કેઈથી હું જીતાયે નથી, મને જીતવાથી આખું જગત તે જીત્યું એમ હું માનું છું તારી પાસે અપૂર્વ એવો ધર્મ કે મંત્ર શું છે કે જેના બળથી તું આ બળવાન થયું છે?આ રીતે કહી યુદ્ધ મૂકીને શાંત થયેલા, પ્રસન્ન થયેલા અને ધર્મના અથી થયેલા તે દેવને જાણી શ્રી જયાનંદ કુમારે પણ સ્વાભાવિક સ્વરૂપ ધારણ કરી તેને સમ્યફ પ્રકારે ધર્મ કહ્યો કે–“હે બંધુ ! મારે તે વીતરાગ દેવ છે, ચારિત્રવાન ગુરૂ છે અને તેમના કહેલા ધર્મને હું ધર્મ તરીકે સ્વીકારું છું. આવું અપૂર્વ સંમતિ જેમાં મુખ્ય છે એવો દયા પ્રધાન આહંત ધર્મ પાળવાથી જ હું જય પામું છું.” આ પ્રમાણે કહી કુમારે તેને સવિસ્તર ધર્મ કહી સંભળાવ્યો. - તે સાંભળી ક્ષેત્રપાળ હર્ષ પામીને બે કે–“હે ધર્મબંધુ! તમે મને ઠીક બંધ પમાડ્યો. પૂર્વભવે હું ધર્મદત નામે સમૃદ્ધિ વાળે શ્રાવક હતો. એકદા ઉદ્યાનમાં માસક્ષપણ તપ કરનારા, ચાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust