________________ (154) જ્યાનંદ કેવળા ચરિત્ર. થતું નથી.” આ પ્રમાણે કુમારનું વચન સાંભળી ખુશી થયેલો યોગી તે કુમારને મળવાનું સ્થાન જણાવીને ત્યાં જવા માટે સાધનેની સામગ્રી સહિત આકાશમાર્ગે ચાલ્યો. . . . - એકાદશીની રાત્રિએ કુમારે પોતાની પત્નીને કહ્યું કે—“હે પ્રિયા ! હું મલયાચળ પર્વત પર જઈ, ત્યાં ત્રણ દિવસ રહી, વિદ્યાસાધક યેગીનું સાન્નિધ્ય (સહાય) કરી શિધ્રપણે પાછો અહીં આવીશ. તે કાર્યમાં સંમતિ આપવાથી પરોપકારના પુણ્યનો ભાગ તું પણ મેળવ. મારા ત્યાંથી આવતા સુધી તારા પિતાદિકથી પાલન કરાતી તું સાવધાનપણે અહીં રહેજે.” એમ કહી નિર્ભયપણે કુમાર પભ્રંકપર આરૂઢ થઈ તે પર્વત પર ગયો. ત્યાં કેઈ ઠેકાણે પત્યેકને ગોપવી પ્રાત:કાળે સાધકને મળ્યો અને કહ્યું કે–“હે યેગી ! હું જયકુમાર તમારું રક્ષણ કરું , તેથી તમે તમારૂં ઈષ્ટ કાર્ય સાધો.” તે સાંભળી હર્ષ પામેલા અને તેના સત્ય તથા સાહસની સ્તુતિ કરતા ગીએ વિધિપૂર્વક પોતાની સાધના શરૂ કરી, અને શ્રીજયાનંદકુમાર આયુધ ધારણ કરી વિદ્મ નિવારવા માટે સાવધાનપણે તૈયાર રહ્યો. - એ પ્રમાણે બે દિવસ વ્યતીત થયા પછી ત્રીજે દિવસે કૃષ્ણ ચતુર્દશીની રાત્રિએ કુમારે પૂર્વ દિશામાં સર્વ દિશાઓનાં મુખને અંધ કરતો મહા ભયંકર ધૂમાડાનો સમૂહ આવતો જે. તેને નિર્ભય અને ધીર એવા કુમારે પૂર્વે દેવીની આપેલી એષધિના સાંનિધ્યથી અને નવકાર મંત્રના જાપથી તત્કાળ દૂર કરી નાંખે. પછી સાવધાન થયેલા કુમારે તત્કાળ ધુમાડાની પાછળ આવતા અગ્નિને જોયે, તેને પણ પ્રથમની જેમ જ દૂર કર્યો. પછી કુમારે ભયંકર અટ્ટહાસ સાંભળ્યો. તેનાથી પણ કુમાર ક્ષેભ પામ્યો નહીં અને સાધકને પણ તેણે ધીરજ આપી. તે વખતે પ્રાણીઓના હદયને ભેદી નાંખે તેવી આકાશવાણી થઈ કે–“હું પહેલાં સાધકને ખાઉં કે ઉત્તરસાધકને ખાઉં?” તે સાંભળી શ્રી જયે કહ્યું કે–પથરા ખા. અમે કાંઈ તારે આધીન નથી કે જેથી તે અમને ખાઈ શકે? શું મુગલ સિંહને ખાઈ શકે? અથવા સિંહથી રક્ષણ P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust