________________ આઠમો સર્ગ. * (155) કરેલા મૃગને પણ ખાઈ શકે ? ઇંદ્રને પણ હું જીતી લઉં, તે તને જીતવામાં શી મોટી વાત છે ?" ત્યારે ફરીથી આકાશમાં વાણું થઈ કે " અરે મૂર્ખ ! અન્યને માટે કેમ મરવા તૈયાર થાય છે? તારી જેવાના વાચાળપણાથી દેવે કદાપિ જીતી શકાતા નથી, એ. શું તું નથી જાણતો ? માટે તું અહીંથી દૂર જા, તને નિરપરાધીને હું નહીં મારૂં, પણ આ અપરાધી સાધકને તે તારૂં રક્ષણ છતાં પણ હું હણી નાખીશ. કારણ કે તે મારા પર્વતમાંથી વિવિધ પ્રકારની ઓષધિઓ લેવા ઇચ્છે છે, અને વિદ્યાનું સાધન કરતાં પહેલાં મારૂં પૂજનાદિક પણ કર્યું નથી.” તે સાંભળી કુમાર હસીને બોલ્યા કે “તું અદશ્ય થઈને કેમ બોલે છે ? શૂરવીર હે તો પ્રત્યક્ષ થા, કે જેથી તારું પરાક્રમ હું જાણી શકું.” આ પ્રમાણે કુમારે તેની તર્જના કરી એટલે તે દેવ મનમાં અત્યંત કોપ પામી પાદના આઘાતવડે પર્વતને પણ કંપાવતા એવા ભુંડરૂપે પ્રગટ થયો. અંજનગિરિ જેવા મોટા અને શ્યામવર્ણવાળા દુઃખે કરીને પરાભવ કરી શકાય તેવા તથા તૃષ્ણા સહિત આવતા તે ભુંડને જોઈ તેની સાથે સમાન યુદ્ધ કરવાની ઈચ્છાથી કુમારે પણ દેવીની આપેલી ઔષધિના પ્રભાવથી ભુંડનું રૂપ કર્યું અને ક્રોધથી તેની સાથે યુદ્ધ કરવા દેડ્યા. ગર્વવડે ઉદ્ધત થયેલા તે બને પરસ્પર ભેળા થઈ યુદ્ધ કરવા લાગ્યા, અત્યંત ઘેર ઘુરઘુર શબ્દવડે પર્વતની ગુફાઓને પણ ગજાવવા લાગ્યા અને ઉડીને પડવાથી પર્વતની પૃથ્વીને પણ કંપાવવા લાગ્યા. આ રીતે મોટી કાયાવાળા અને મોટા બળવાળા તે બને ભયંકર યુદ્ધ કરવા લાગ્યા. છેવટ જયકુમારે પરાક્રમથી પોતાની દાઢાવડે દેવભુંડને પરાભવ કર્યો, એટલે તે દુ:ખથી બુમ પાડતો નાશી ગયે. ત્યારપછી તે દેવ હસ્તીરૂપે પ્રગટ થયે. ત્યારે કુમાર પણ હસ્તીનું જ રૂપ કરી તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેમના યુદ્ધમાં મોટી ગર્જના થવાથી પૃથ્વી પણ ચલાયમાન થઈ, આકાશ પણ કુટવા લાગ્યું અને પર્વતના શિખરો પણ ત્રુટી પડવા લાગ્યા. છેવટ ભાગ્યવાન કુમારે શહસ્તીના દાંત ભાંગી નાંખ્યા, સુંઢે તેડી , છી . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust