________________ આઠમ સર્ગ. (153) હતી, પરંતુ તે પર્વતનો સ્વામી મલયમાલ નામના ક્ષેત્રપાળ મને ઉપસર્ગો કરીને ભય પમાડે છે, તેથી હું તે ઔષધિઓના કલપને સાધી શકતો નથી. ગુરૂએ બતાવેલી ઔષધિને મારે પગે લેપ કરવાથી હું આકાશમાં એક એક ઉત્પાત (કુદકા)થી એક એક યોજન જઈ શકું છું. એ રીતે હું પૃથ્વી પર સર્વત્ર ફરું છું. આજે આ વનમાં આવતાં અહીં અસંભવિત એવો સુવર્ણ મહેલ જોઈ તાપસોને પૂછ્યું. તેનાથી તમારું લોકેત્તર વૃત્તાંત જાણું તમે દેવોથી પણ અજ છે એમ મારી ખાત્રી થઈ છે. તેથી તમારી પાસે સ્વાર્થની સિદ્ધિ થાય તેવી માગણી કરવા હું આવ્યો છું. મોટા પુરૂષની પાસે યાચના કરવી એ કાંઈ લજાકારક નથી. હે ભદ્ર ! જે તમે તે ક્ષેત્રપાળને જીતવા શક્તિમાન હો તો ઔષધિનો ક૯૫ સાધતાં મને જે વિઘો થાય છે તેને હરણ કરવા માટે તમે મારા ઉત્તરસાધક થાઓ.” આ પ્રમાણે તે યેગીનાં વચન સાંભળી કુમારે કહ્યું કે“વિશ્વને ઉપકાર કરવા ઈચ્છતા માટે આ કાર્ય અ૫માત્રજ છે. જે આ કાર્યમાં તમારા કાર્યની સિદ્ધિ રહેલી છે તો ઇંદ્રને પણ જીતીને તે કાર્ય હું સાધી આપીશ.” યેગી –“બહુ સારું, બહુ સારૂં. તમારે વિષે સર્વ સંભવેજ છે. હવે તે પર્વત અહીંથી સો જન દૂર છે. વળી તે સાધના કૃષ્ણપક્ષની દ્વાદશીને દિવસે શરૂ કરાય છે, અને જે તેમાં વિઘ ન આવે તો ત્રીજે દિવસે એટલે ચતુદંશીની રાત્રે સિદ્ધ થાય છે. આજે કૃષ્ણપક્ષની અષ્ટમી થયેલ છે, તેથી કરીને હે બુદ્ધિમાન ! તમે તૈયાર થાઓ. કાલે પ્રાત:કાળે તમને મારા સ્કંધપર બેસાડી ત્રણ દિવસે આકાશમાગે તમને ત્યાં લઈ જાઉં.” તે સાભળી કાંઈક હસીને કુમાર બોલ્યો કે -" તમે જાઓ, તમારે સ્વાર્થ સાધવાની તૈયારી કરે. હું મારી શક્તિથીજ દ્વાદશીના સૂર્યોદય વખતે ત્યાં આવી પહોંચીશ. આ બાબતમાં તમારે કાંઈપણ સંશય રાખે નહીં. સત્પરૂએ જે અંગીકાર કર્યું હોય તે પૃથ્વી અને મેરૂ વિગેરેની જેમ કલ્પાંતે પણ ચલાયમાન 1 ન જીતી શકાય તેવા. * . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust