________________ (12) જ્યાનંદ કેવી ચરિત્ર ભળી મધ્યાહનાં કાર્ય કરવા માટે રાજાએ સભા વિસર્જન કરી અને કુમાર સહિત રાજમહેલમાં જઈ વિધિ પ્રમાણે સ્નાનાદિક કિડાં કરી અને ભેજન કર્યું. ભોજન કર્યા પછી શય્યા પર રહેલા રાજાએ આસન પર બેઠેલા કુમારને કહ્યું કે –“હે વત્સ ! જે કારણે તને અહીં લાવવામાં આવ્યું છે તે તું સાંભળ. મારે સૈભાગ્યવડે શોભતી લલિતા, વિમળા, લીલાવતી અને કેલિકલા વિગેરે પાંચ સો રાણીઓ છે. તેમનાથી ઉત્પન્ન થયેલા ભાનુ, ભાનુધર, ભાનુવીર, સુભાનુ, વરદત્ત, સુદત્તક, સુષેણ, વિતેજા, સુભીમ અને સુમુખ વિગેરે એક સો પુત્ર છે. તેમની ઉપર એકજ સાભાગ્યમંજરી નામની પુત્રી છે. તે લલિતા પટરાણીથી ઉત્પન્ન થયેલી છે, મનહર રૂપવાળી છે, બુદ્ધિનું નિધાન છે, ચોસઠકળામાં નિપુણ છે, સર્વ પ્રકારના ગુણે કરીને ઉત્તમ છે, લાવણ્યની ખાણ છે, વિશ્વજનના હૃદયને આનંદ આપનારી છે, પ્રિય વચન બોલનારી છે, તથા મારા હૃદયનું વિશ્રામસ્થાન છે. તે પુત્રી દાનવીર અને યુદ્ધવીર એવા વરને ઈચ્છે છે, તેથી તે વર મેળવી આપવા માટે કલ્યાણકારી મારી કુલદેવીની મેં આરાધના કરી. ત્રણ ઉપવાસ, બ્રહ્મચર્ય, ધ્યાન, મન અને જપાદિકથી સંતુષ્ટ થઈ તે દેવીએ ત્રીજી રાત્રે સ્વપ્નમાં મને કહ્યું કે –“યુવરાજના ગૃહદ્વારની પાસે જુગારના અખાડામાં દિવ્ય અલંકાર અને નેપચ્ચવાળ, ખર્ચને ધારણ કરનાર અને મનોહર આકૃતિવાળે જે પુરૂષ આવે અને શીધ્રપણે દશ લાખ ધન જીતી લીલાવડે જ તે સર્વ ધન અથીઓને આપી દે, તે જગતમાં ઉત્તમ પુરૂષ સૈભાગ્યમંજરીને પતિ થવાને યોગ્ય છે.” આ પ્રમાણે દેવીનું વચન સાંભળી પ્રાત:કાળે દેવીની પૂજા કરી મેં પારણું કર્યું. ત્યારપછી જુગારના અખાડામાં પાસાવડે કુમારોને જુગાર રમવાનું મેં શરૂ કરાવ્યું. અને “આ પુરૂષ જ્યારે તમારી પાસે આવે ત્યારે મને તરત જ જણાવવું.” એમ કહી મેં હમેશાં ત્યાં સેવકને હાજર રાખ્યા. તેઓએ આજે મને તે વૃત્તાંત જણાવ્યા એટલે હર્ષ પામી મેં તરત જ તને બોલાવ્યો. તો હવે તારા રૂપ અને ગુણને ચોગ્ય એવી તે મારી પુત્રીનું તું પાણ બહણ કર.” P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust