________________ છ સ. " (11) અને જે આ પિતાના જન્મવડે નાગકને પવિત્ર કરતો હોય તે તે નાગલોક પાતાળમાંથી ઉચે આવેલું જણાય છે. " સભાસદો આમ વિચારે છે તેવામાં કુમારે રાજાને નમસ્કાર કર્યા, એટલે રાજાએ પણ વિસ્મય રહિત તેને આલિંગન કરી હર્ષથી પિતાના અર્ધ આસન પર બેસવા આગ્રહ કર્યો, પરંતુ કુમાર વિનયથી રાજાની પાસેના નીચા આસન પર બેઠે. રાજાએ તેને પૂછયું કે–“હે ભદ્ર! તું કુશળ છે?” તે બોલ્યો કે –“હે મહારાજા ! તમે આજ મારા નેત્રને ગોચર થયા, તેથી મારે જન્મ આજે સફળ થયા, અને મારાં નેત્રે પણ સફળ થયાં. કહ્યું છે કે –“નીતિથી પવિત્ર થયેલે રાજા સર્વ તીર્થમાં પ્રથમ તીર્થ છે કે જેને પ્રણામ કરવાથી તે તત્કાળ અદભૂત અને ઇચ્છિત લક્ષમી આપે છે.” તે સાંભળી રાજા બોલ્યો-“હે મહા ભાગ્યવાન ! તારી આકૃતિ કઈક દિવ્ય છે અને વિનયાદિક ગુણે પણ ઉત્કૃષ્ટ છે. તે બને પરસ્પર એકબીજાને શોભાવે છે. આકાર વિના ગુણે પણ ગ્રહણ થઈ શકતા નથી. વિષમ સ્થાનમાં રહેલું પવિત્ર જળ પણ પીવા લાયક હેતું નથી. તારી આ અલોકિક મૂર્તિ વિધાતાએ લાવણ્યરૂપી અમૃતની નવી તળાવડીરૂપ બનાવી છે કે જેમાં જગતનાં નેત્રે ડુબી રહે છે, કોઈપણ વખત વિરામ લેવા ઈચ્છતાં નથી.” આ પ્રમાણે પોતાની પ્રશંસા સાંભળી કુમાર બોલ્યો કે –“હે પ્રભુ! તમારી સામ્ય (સુંદર) દષ્ટિથી હું ભાગ્યવાનું બન્યું છું. શું ચંદ્ર પોતાની ચંદ્રિકાવડે પોયણાને લક્ષમી નથી પમાડતો-વિકસ્વર નથી કરતો? કરેજ છે.” - આ પ્રમાણે પ્રીતિ સહિત વાર્તાલાપવડે કેટલાક સમય વ્યતીત થયે, ત્યારે અવસરને જણાવનાર મંગલપાઠક બોલ્યા કે -" રાજા ! જેના પાદ (કિરણ) ક્ષમાધરના (પર્વતના) મસ્તકપર વિ. લાસ કરે છે અને જે દિશાઓને પોતાના તેજવડે દેદીપ્યમાન કરે છે એવો અંધકારરૂપી શત્રુને નાશ કરનાર મધ્યાન્હનો સૂર્ય તમારી જ જેમ પ્રતાપને ધારણ કરે છે.” આ પ્રમાણેના તેનાં વચન સાં * 1 રાજાના પક્ષમાં જેના એટલે તારા પાદ-પગ ક્ષમાધરના એટલે રાજાઓના મસ્તક પર વિશ્વાસ કરે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust