________________ (10) જ્યાનંદ કેવળા ચરિત્ર. કરું છું. આજ પછી હું કદાપિ હિંસાદિક કરીશ નહીં, પરંતુ પ્રથમ કરેલી હિંસાદિકથી ઉત્પન્ન થયેલા પાપને હું શી રીતે ક્ષય કરું ? તે કહે.” ત્યારે કુમારે કહ્યું કે –“હે દેવી! તું પિતાની શુદ્ધિને માટે આ પ્રમાણે કર. અરિહંતનાં ચેત્યોમાં વિવિધ પ્રકારની પુજાદિક પ્રભાવના કરવી, અને સંઘને વિષે દુરંત પાપનો નાશ કરનારૂં સાહાગ્ય કરવું.” તે સાંભળી દેવીએ તેનું વચન અંગીકાર કરી કહ્યું કેહવે તને હું ક્યાં મૂકું ? " કુમારે કહ્યું –“હે દેવી! તું પ્રતિબંધ પામી તેથી તને ધન્ય છે. મને તું હેમપુર નામના નગરમાં મૂક.” પછી તે ધર્મગુરૂને તેણીએ વિપ્નને નાશ કરનારી બીજી ઔષધિ આપી, તથા સર્વ અંગના અલંકાર અને મનહર વસ્ત્ર પણ આપ્યાં. પછી પ્રાતઃકાળ થયા ત્યારે બને ઔષધિ સહિત તે કુમારને ત્યાંથી ઉપાડી હેમપુરના ઉદ્યાનમાં મૂકી તેને પ્રણામ કરીને દેવી અદશ્ય થઈ. પછી દિવ્ય નેપચ્ચ અને અલંકારથી શોભતા તે શ્રી જયકુમારે નગરમાં પ્રવેશ કર્યો. તેની શોભા જેઈ સર્વ જનો મેહ પામ્યા. માર્ગમાં તેણે જુગારનો અખાડે છે. ત્યાં તે કેતુકથી બેઠો અને ભૂષણનું પણ (શરત) કરી રાજપુત્રાદિક સાથે રમવા લાગ્યું. તેણે દિશ દાવવડે તે સર્વેને જીતી લીધા, તેઓ દશ લાખ ધનને હારીગયા પછી સર્વસ્વ હારી જવાની બીકથી વધારે રમ્યા નહીં. પછી તે કુમારે આગળ ચાલતાં જિનમંદિરમાં ગંધર્વોને જિનેશ્વર અને ગુરૂનાં ગીતો ગાતાં સાંભળી મળેલું દશ લાખ ધન લીલા માત્રમાં જ આપી દીધું. આવા ઉદાર ચરિત્રવાળા તેને સાંભળી હેમપ્રભ નામના રાજાએ તેને પોતાની પાસે બોલાવ્યો, એટલે તે સાહસિક ત્યાં આવ્યો. અદ્ભુત આકાર અને લાવણ્યવાળા તેમજ દિવ્ય અલંકાર અને નેપવાળા તે શ્રેષ્ઠ યુવાનને જોઈ સર્વ સભાસદો વિચારવા લાગ્યા કે—“જે આ અશ્વિનીકુમાર હેાય એકલો કેમ છે? કામદેવ હોય તો તેને મત્સ્યનું ચિન્હ કેમ નથી ? જે ચંદ્ર હોય તો લાંછન રહિત કેમ છે? જે સૂર્ય હોય તો તાપ કેમ કરતા નથી ? જે આ મનુષ્ય હોય તો આ પૃથ્વીજ અત્યંત ગૈરવવાળી જણાય છે, જે દેવ હોય તો અમે સ્વર્ગને નમીએ છીએ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust