________________ - છો સર્ગ.. (113) ' આ પ્રમાણે રાજાનું વચન સાંભળી શ્રીજયકુમાર બે કે-“હે રાજા ! મારા ગુણ કે વંશ જાણ્યા વિના તમે મને તમારી પુત્રી કેમ આપો છો ? " શાસ્ત્રમાં તો કહ્યું છે કે– . : “કુ શી વઘુઘા, વો વિત્ત સનાથના ! वरे सप्त गुणा मृग्या-स्ततो भाग्यवशा कनी॥" આ “કુળ, શીલ, શરીર, વિદ્યા, ઉમ્મર, ધન અને નાથ સહિતપણું–આ સાત ગુણ વરને વિષે જેવા અર્થાત્ તે ગુણે જોઈને કન્યા આપવી. પછી કન્યા ભાગ્યને વશ છે-કન્યાનું જેવું ભાગ્ય હોય તેવું થાય છે.” તે સાંભળી રાજાએ કહ્યું કે– તારા આ કાર્યથી અને વિવેકાદિકથી તેમજ દેવીની વાણી ઉપરથી તારા કુળાદિક જાણ્યા છે, માટે મારી પ્રાર્થના વૃથા ન કર.” તે સાંભળી કુમાર મન રહ્યો એટલે રાજાએ જ્યોતિષીના આપેલા શુભ લગ્નને વિષે જયકુમારની સાથે પિતાની પુત્રીના પાણિગ્રહણનો ઉત્સવ કર્યો. તેમાં રાજાએ હર્ષથી તેને નગર, ગામ, પત્તિ, અશ્વ, રથ, હાથી, દાસ, દાસી વિગેરે સર્વ પ્રકારના ભેગની સામગ્રી આપી. પછી રાજએ આપેલા મહેલમાં નવી પરણેલી પત્નીની સાથે ઈચ્છા. પ્રમાણે વિલાસ કરતે કુમાર રહેવા લાગ્યા. ત્યારથી આરંભીને આ રાજાની સર્વ પ્રકારની લક્ષ્મી વૃદ્ધિ પામવા લાગી, તેથી રાજાએ તે કુમારનું શ્રીવર્ધન એવું નામ પાડ્યું. એકદા રાજાએ શ્રીવર્ધન કુમારને કહ્યું કે -" વત્સ ! અમારા કુળમાં એવો આચાર છે કે લગ્ન થયા પછી એક માસની અંદર વહુ સહિત વરે મોટા ઉત્સવપૂર્વક એક પશુવડે કુળદેવતાની પૂજા કરવી. તેથી તમારે બન્નેએ આવતી કાલે ચતુર્દશી છે, તેની રાત્રિએ હર્ષથી તે પૂજા કરવી પડશે.” તે સાંભળી કુમારે રાજાને કહ્યું કે–“હું કદાપિ નિરપરાધી પ્રાણીની હિંસા કરતો નથી, કરાવતું નથી અને કઈ હિંસા કરે તેને અનુમોદન પણ આપતે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust