________________ हरि विक्रम चरित्र. " પ્રથમ સગે, - જે પરમેષ્ઠી શ્રી તીર્થની પાંચ શાખા પ્રસિદ્ધ છે તે પાંચ શાખાને પ્રકાશિત કરનાર, શ્રી તીર્થને હું વંદના કરું છું. રત્નદીપના પ્રકાશ જેવું, જેનું જ્ઞાનમય તેજ અલકની સ્પર્ધા કરે છે એવા જે અહંત તે સર્વોત્કર્ષ કરીને રહે છે. જે સર્વદા મનુષ્યના મસ્તક પર ચડામણું પઠે શોભે છે તેવા દુષ્કર્મ મુક્ત સિદ્ધને હું વંદન કરૂં છું. મોક્ષ પ્રાપ્ત કર્યા છતાં, આજ્ઞા ધારણ કરી જે આચાર્યો પાંચ પ્રકારના આચાર ધારણ કરે છે તેમને મારા નમસ્કાર છે. - સર્વ સુનિપુણ ઊપાધ્યાય પાસેથી સાધુજન અર્થ જલ લઈ ગર્જના કરે છે તે સદા સર્વોત્કર્ષ કરી રહે છે. મૂલત્તર ગુણથી શુદ્ધ પ્રકારનું આચરણ કરનાર સર્વ ભુવનના સાધુને હું ત્રણ વખત નમસ્કાર કરૂં છું. : - નમિનાથ જીનંદ્ર તીર્થમાં મોક્ષ પામેલા રાજર્ષિ હરિવિકમનું અદભુત ચરિત્ર હું કહું છું. સત્ય, અસત્ય શું છે? એ સ્પષ્ટ સમજાય માટે, દાનશીલ તપશ્ચર્યાદિ ઉપદેશ યુકત, ચિત્ર વિચિત્ર એવું જે આ ચરિત્ર તે, સાધુ લેક શ્રવણ કરે છે. | સર્વમાં ઉત્તમ ફળ આપનારું ચરિત્ર બે પ્રકારનું છે એક યતીનું અને બીજું ગ્રહસ્થનું. તે પિકી યતિ જનોના ચરિત્રનું અનુકરણ કરવું હોય તે, વિવેકી જનેએ હરિવિકમના જેવું આચરણ કરવું અને ગ્રહસ્થ ચરિત્રનું અનુકરણ કરવું હોય તે વીરસેનના જેવું આચરણ કરવું.. ભરતખંડમાં કુબેર નિર્મિત અયોધ્યા નામનું શહેર પ્રસિદ્ધ છે. તે શહેરની આજુબાજુ પાણીથી ભરેલી એક મોટી ખાઈ છે. તે શહેરનું પ્રતિબિંબ ક્ષીરા. ખ્યીમાં દેવનગર પ્રમાણે શોભાયમાન દિસે છે. જ્યાં રત્ન એટલાં બધાં છે કે તેના પ્રકાશથી સુર્યોદય કયારે થયું કે શું તે સમજી શકાતું નથી. કમળને વિકાસ અને સંકોચથી નાગરિકને સુર્ય ચંદ્રને ઊદય અસ્ત સમજી શકે છે. જ્યાંના મણિમય અને રત્નમય ગ્રહમાંના કિરણે તિથ્ય ચકને પણ કિંચિત્ દુર નાખે છે !!! એવા મણિમય અને રત્નમય સુશોભિત, સુંદર શહેરમાં, સમુદ્રની બીજી બાજુએ પણ જેને પરાક્રમ પ્રસિદ્ધ થયેલ છે અને પરાક્રમ એજ પિતાનું ધન છે–સર્વસ્વ છે, એવું માનનાર અજિતવિકમ નામને રાજા રાજ્ય કરતા હતા. રણાંગણમાં તેના હાથમાંની સુંદર તલવાર ઘણું શોભા આપતી હતી અને તે તલવાર યુદ્ધમાં - થી ખેંચી કાઢેલી વિજયશ્રીના દંડ જેવી ભાસતી હતી. શત્રુને ભયપ્રદ અને પ્રજા તરફ કમનીય (દયા) એ સર્વ ગુણ સંપન્ન અજિતવિકમ રાજા રાજ્ય કરતો * હતું ત્યારે લેક પક્ષની નજરે તેનામાં કંઈ પણ દેષ દેખાતું નહોતું. P.P.AC."Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust