________________ ( કલીન, શીલવતી દેવીના જેવી તેજસ્વિ એવી કમલશ્રી નામની અત્યંત પ્રિયત. ' મ તેને એક ભાર્યા હતી. ચંદ્રની, પૂર્ણિમા પર જેવી પ્રીતિ હોય છે તેવી પ્રીતિ બીજી તીથી પર હોતી નથી તે જ પ્રમાણે રાજાનીબીજી રાણીઓ કરતા કમલકીપર : વધારે પ્રીતિ હતી. કમલશ્રી રાણુ રાજાને સર્વકાળ ગુણ, રૂપ,વન, રાજ્ય, સંપત્તિ વગેરે સુખ આપતી હતી. કમલશ્રી રાણીએ સત્વગુણ સંપન્ન પુરૂષોમાં શ્રેષ્ઠ, અને અત્યંત મહર એવા હરિવિક્રમ નામના પુત્રને જન્મ આપ્યો. લોકોને સંતાપ આપનાર, બુધના તેજની હાની કરનાર, અને જે સ્થીર નથી એ જે સૂર્ય તે પણ આ કુમારની સાથે બરાબરી કરવા શક્તિમાન નથી ! જે કેવળ શુકલ પક્ષમાં જ પ્રકાશે છે, જે વિયેગી સ્ત્રીઓને સં. તાપ કરાવે છે અને જે કલંક યુક્ત છે એવો ચંદ્ર આ કુમારની બરાબરી કરવા લજજા પામતે હતો. જે જળમય છે, જેના રને ખુંચવી લેવામાં આવ્યાં છે, દેવોએ જેનું મથન કર્યું છે, અને પૃથ્વીએ જેને બહાર કાઢછે, એ સમુદ્ર, તે પણ આ કુમારની બરોબરી કરી શકતો નહોતે. જેનામાં પરોપકારનું તેજ નથી, જે સદા સર્વદા અદ્રશ્ય છે, જેની આકૃતિ કઠણ છે એ મેરૂ પર્વત કરતાં પણ કુમાર વધારે ગુણવાળે હતે. કુમાર સમુદ્ર કરતાં વધારે ગંભીર હો, મેરૂ પર્વત કરતાં વધારે માટે ગુણવાન સુર્ય કરતાં વધારે તેજસ્વી હતું. અને ચંદ્ર કરતાં વધારે શાંત હતે. પિતૃપાદ કમલની સેવા કરવા તે ઘણો આતુર રહેતે, સજજનને સત્કાર કરવા સર્વદા ઘણે દક્ષ રહેતા હતા અને રાજહંસ પ્રમાણે વિવેકી હતો. - રાજા પણ સજજનને ઊદય જોઈ સંતેષ પામતે હતે. પારકાનું –દુઃખ જોઈ દુઃખી થતો હતો. તે સત્ય, સાહસ, અને કલાનિપુણ હેઈ, યુદ્ધમાં ઘણે કુશળ હતો. તે ઉદાર હાઈ કવિ હતો, શરીરે મદન જે સુંદર હતું, અને સર્વ પ્રત્યે ઘણોજ નમ્ર હતા. હરિવિક્રમ સર્વ કાર્યો કરવા સમર્થ થાય છે એવી રાજાની ખાત્રી થવાથી શુભ મુહુર્ત જોઈ હરિવિકમને રાજ્યાભિષેક કર્યો. વૈરિસિહ નામના એક સામંતે રાજાની અત્યંત પ્રીતિ મેળવી હતી તે રાજા ને સલાહ મસલત આપતું હતું. રાજા તેને પિતાને પરમ સ્નેહિ માનતો હતે. થિરિસિંહને રણવીર નામને પુત્ર હતા. તે યુવરાજનો પરમ મિત્ર હત રાજયના બીજા સામંત, મંત્રી અને શેઠ શાહુકારના પુત્રો પણ હરિવિક્રિમ પાસે રોજ જતા આવતા હતા. - એક દિવસે સવારમાં સભા ભરી રાજા સિંહાસન પર બેઠે હતા, આકાશમાં સૂર . ર્ય જેમ નક્ષત્રોથી વિટાઈ સુશોભીત દેખાય છે તેમ રાજા સભામાં સામંત, અમાત્ય, મંત્રી, મિત્ર, ઈત્યાદિવડે શોભાયમાન દેખાતે હતો. રાજા સભામાં નીતિ, કથા, કાવ્ય ઇત્યાદિથી સભાને રંજન કરતે હેતે તે સમયે હરિવિક્રમ પિતાના સર્વ મિત્રો સાથે સભામાં ગયો, હરિ વીક્રમ હાથીની અંબાડીમાંથી નીચે ઉતરી મિત્રને હાથ ઝાલી રક્ષક દ્ધાની પાછળ ચાલે.બદારયુવરાજને મુજર કરી, નેકી પકારી સભાને માર્ગ બતાવ્ય; હરિવિક્રમ સભામાં ગયે અને ભક્તીથી પિતાના ચરણને પ્રણામ કરી, રાજા પાસે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust