________________ . અત્યાર સુધી આપેલા ભેટના પુસ્તકમાં આ પુસ્તક ગુજરાતી ભાષામાં પ્રથમજ બહાર પડે છે. તે મહાન ગ્રંથે પૈકીનું એક છે. છતાં અમે જે અલ્પ મુલ્ય અમારા ગ્રાહકોને આપીએ છીએ તે જોઈ ગ્રાહકે વિચાર કરશે કે બાર માસે માત્ર ત્રણ રૂપિયામાં જૈન પત્ર મળ્યા ઉપરાંત આવા અમુલ્ય પુસ્તકે મળે છે, તે શેવાની કદર વિચારી હવે ગ્રાહકે માત્ર પિતાનું લવાજમ અને ! ગાઉથી મોકલવાનો રથો રાખે તો સારું અને તે સાથે જૈન પત્રના ગ્રાહકો વધે અને તેની હજારો નકલો ખપે તે દરેક જૈન બધુ જ્યારે પ્રયત્ન કરશે ત્યારે જ અમારો પ્રયાસ સફળ થયો સમજીશું. આ પુસ્તક પણ બીજા પુસ્તકની માફક શ્રી જૈન જ્ઞાન પ્રસારક મંડળે મને પડતર મિતે આપી હારા ગ્રાહકોને આપવા કપા કરી તે માટે તે મંડળના દાના મેમ્બરોનો આભારી આ સાથે જણાવવાની રજા લઉ છું કે આ મંડળનો ઉદેશ પુસ્તકો પ્રકટ કરી પિતા માવાનો નથી. પણ યુરોપમાં જેમ બબલ સોસાયટીઓ છે અને માત્ર નામની કિમતે ધર્મ ફેલાવવાના ઉદેશથી પુસ્તક પ્રકટ કરે છે તેનીજ માફક આ મંડળ પણ જૈન ધર્મનું જ્ઞાન મોટા * પ્રમાણમાં ફેલાય તે માટે તે પણ નામની કિમતે પુસ્તકો બહાર પાડે છે અને તેથી આવા મંડળને દરેક જૈન બંધુએ તન, મન અને ધનથી મદદ કરવી તે ખાસ ફરજ છે એમ હું માનું છું. . આ પુસ્તકને પ્રથમ બાર ફર્મના પુફ મોં અને હારી પત્નીએ વાંચ્યાં છે અને મહારા પીતાશ્રીના મંદવાડના સબબે અમારે સાદરે જવું થવાથી છેવટના પ્રફ હારા એક મદદનીશ મી. ઉમીયાશંકર વીરજીભાઈએ વાંચ્યાં છે, તેથી કાંઈ દોષ હોય તે ક્ષમા માગું છું. ' એક હાથે જેમ તાળી પડતી નથી, તેમ જૈન પત્ર જેવું કામ એક હાથે ચાલતું નથી. હું માત્ર તેને વાહક છું. મારા અનેક સ્નેહીઓ અને શુભેચ્છકે તે પત્રના શ્રેય માટે મને કિમતી મદદ કરે છે તેમ મારા હાયેકે મી. ભેળાનાથ વિશ્વનાથ યાજ્ઞિક, મી. લક્ષમણરાવ વગેરે મહારા પત્રમાં લેખો વગેરે લખી હારી ગેરહાજરીમાં પણ પત્ર સારી રિતે ચલાવે છે તે માટે આ સ્થળે એ બધાને આભાર માનું છું. જૈન ઓફીસ–મુંબાઈ. તા 3 જી સપ્ટેમ્બર 1907. ભગુભાઇ ફતેહચંદ કારભારી, जैन पताका. આ માસિક પહેલાજ વર્ષમાં જાણીતું થયું છે અને તેના હજાર ઉપરાંત ગ્રા હકો થયા છે. બીજું વર્ષ કાત્તક માસથી સરૂ થાય છે. તેનું કદ વધારવામાં આવ્યું છે અને તેમાં આવતા વિષયે કેવળ સંસાર સુધારા અને ઉદ્યોગ સંબંધી તેમજ કેળવણ વગેરે સંબંધી આવે છે કે ઈ પણ જેને માસિક સાથે સરખાવવા ભલામણ કરવામાં. આવે છે આ માસિકને એકવાર નમુનાનો અંક મંગાવી ખાત્રી કરે અને બાર માસે એક રૂપિયે માત્ર ખર્ચતાં તમને એક ઉત્તમ ભેટ મળવા ઉપરાંત કેટલા લાભ થાય. છે તે એકવાર આ માસિકના ગ્રાહક થઈ ખાત્રી કરે. ઠેકાણું-વ્યવસ્થાપક જૈન પતાકા, જૈન પત્રની ઓફીસ, કેટ-મુંબઈ. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust