________________ 176 લમાં પહેલા માળ પર લાખ યોદ્ધાઓને ઉભા રહેલા દીઠા. રાજા બીજા માળ પર ચઢયે ત્યાં તે માળ સેવા સારૂ આવેલા અસંખ્ય રાજાઓથી શોભાયમાન દેખાયે. ત્રીજા માળ ઉપર તે ગયો ત્યાં નૈય્યાયિક અને નાના પ્રકારના શાસ્ત્રો શીખેલા વિદ્વાન અને પંડિત લોકો તથા બ્રાહ્મણ સ્ત્રીએ જોવામાં આવી. ચેથા માળ ઉપર ચઢી જુએ છે તો પ્રોઢ એવા રાજવિદ્યાધરોથી વેષ્ટિત અને મોટા સિંહાસન પર બેઠેલ વીર રાજેદ્ર તેની નજરે પડયે. ઉઠેલાને જગાપર બેસાડનાર, અને બેઠેલાને જગા પરથી ઉઠાડનાર તે વીરસેન પોતાના કર્માનુસાર ફળ આપનાર વિધાતા પ્રમાણે શોભવા લાગ્યો. આગળ પાછળ અને બાજુ પર વિનંતિ સાંભળવાને ઉભા રહેલા દિવ્ય ભૂપતિને તે ઈશારા વડે હુકમ આપતો હતે. નમ્ર અને ભયથી કંપાયમાન થએલા રાજાઓ વિષે દયા ઉત્પન્ન થઈ, " તમે બીશ નહિ એમ બેલી પાછળની બાજુએ તેમને પિતાના હાથવડે અભય પ્રદર્શિત કરવા લાગ્યો. સેવા સારૂ આવેલા રાજાના ગળાના હારમાંના મુખ્ય મણિની અંદર વીરસેનનું પ્રતિબિંધ પડવાથી તે જાણે તેમના હૃદયની અંદરજ છે, એ પ્રમાણે દેખાવા લાગ્યું. તેના કાનમાંના કંડલના - તેજથી જાણે ચંદ્રસુર્ય તેને એમ કહેતા હોય કે “ચંદ્ર સુર્યવંશની અંદર તારા જે રાજા નથી.” એ પ્રમાણે ભાસવા લાગ્યું. વિચિત્ર યશરાજા સર્વનું મેટું અધિષ્ટાન એવા વીરસેન રાજાને પરમાત્મા બુદ્ધિથી અવલોકન કરવા લાગ્યો. વિચિત્ર યશને જોઈને સર્વ સભાસદમાં માન આપવા ખાતર ઉઠવાની એક સરખી ગરબડ શરૂ થઈ, એટલામાં વીરસેન એકદમ સિંહાસન ઉપરથી નીચે ઉતર્યો. સર્વ રાજાઓ ગમ્મતની સારી સારી વાતેમાં ગુલતાન થયા હતા, તેવામાં વીરસેન રાજાએ પોતાના સસરાને પિતા પ્રમાણે ભકિતપૂર્વક નમસ્કાર કર્યો. સસરાએ તેને પોતાના હાથથી આલિંગન આપી પેટ સાથે દાબી મસ્તક અને મુગુટનું વારંવાર ચુંબન કર્યું. બંધુદત્તને પણ રાજાએ (વીરસેને) આલિંગન આપ્યું, ત્યારે તેણે મટી નમ્રતાથી વીરસેનના પદકમલને વંદન કર્યું. પ્રથમ મહારાજા મેટા સિંહાસન પર બેઠે, પછી તે સુરપુત્ર પોતાના સિંહાસન પર બેઠે. પરસ્પરે કુશળ વાતાના પ્રશ્નથી પ્રેમ પ્રદર્શિત કર્યો, એટલામાં તે વૃદ્ધ શ્વશુર બોલ્ય.. આ વિચિત્રયશ–હે વીર, જે કોઈ નિર્મસર થઈ તારા ગુણ મનની અંદર લાવે છે, તેમને આ જગમાં ચિંતામણું પ્રમાણે તું ઈચ્છિત ફળ આપે છે. જેની પાંચ આગળીયે એજ માહા શાખા છે, અને નખરૂપ પુપાવલીથી યુક્ત એ જે ત્વશ્ચરણરૂપ કલ્પતરૂ તેનું જે કઈ સેવન કરે છે, તેને દુઃખ પ્રાપ્ત થતું નથી. ચતુરંગ સૈન્યના બળથી ઈતર રાજેઓ પૃથ્વિને જીતે છે, પણ તે તે એકલા એજ એવી પૃવિ છતી કે તે કોઈથી પણ છતાય નહિ. . વગેરે નાના પ્રકારના ભાષણો બેલી, વિચિત્ર રાજ આનંદરસની અંદર નિમગ્ન થએલું હતું, તેવામાં વીરસેને પ્રત્યુત્તર આપે. . . . વીરસેન-હે રાજા, ખરેખર, આ વાતે પાર પડવી અગર ન પડવી એ પુન્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust