SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ 175 જા, અને વિચિત્રયશને રાજ્યાભિષેકને દિવસ જણાવી ચંદ્રશ્રી મહારાણીને બંધુદત્ત અને વિચિત્રયશ જલદી લઈ આવ.” મહારાજ આ હેતુથી મને વીરસેન પ્રભુએ આપની પાસે મોકલ્યો છે, તે ગ્ય લાગે તેમ કરશે. એમ બેલી તે વાજબાહ વિદ્યાધર ચુપ થયે, ત્યારે વિચિત્ર નૃપતિને હર્ષથી શરીર પર રૂંવા ઉભા થયા. પછી તે બોલ્યો.. વિચિત્રયશ–વજબાહ, મનની અંદર હું પ્રથમજ સમજતો હતું કે, આ પૃથ્વી પર સૂરપુત્રને (વીરસેન) સાધ્ય નથી એવું કાંઈ પણ છે નહિ. ચંદ્રશ્રીનું મુખકમળ પણ હર્ષથી પ્રકૃદ્વિત થયું, અને હાથથી કુણી સુધી ગયેલ બંગડીની ગણત્રી કરવા લાગી; પછી પ્રજ્ઞાકર બેલ્યા. પ્રજ્ઞાકર–રાજા એની મઝા જુઓ કે તેણે સમુદ્ર સુધી સર્વ ભૂપૃષ્ટ સાત દિવસની અંદર જીતી લીધું. માટે રાજા તમે ત્યાં રાજ્યાભિષેક વાતે જાવ, અને ચંદ્રશ્રીને પણ જવા વાસ્તે જલદી આજ્ઞા આપે. પછી રાજાએ આનંદાશ્રુથી ભરેલી નજરે પિતાની કન્યા ચંદ્રશ્રી, વીરસેનની પત્ની તરફ ઘણી વખત જોઈ રહી બોલ્ય. વીચિત્રયશ–પુત્રિ, તારે પતિ વીરસેન ત્રિખંડ ભરતવષને અધિપતી છે, તારું પ્રભુત્વ આ જગપર ઉત્તમ શોભે છે. તે હે પુત્રિ તું તારે ઘેર જા, બંધુ દત્ત, તું પણ વિદ્યાધર મિત્ર સાથે જા. અણી તરફ હર્ષ પ્રસ્થાન નિમિત્તથી સરણાઈ, નગારા વગેરે વા વાગવા લાગ્યાં, તેના અવાજથી સર્વ દિશાના પ્રદેશ અને આકાશ બહેરું થઈ ગયાં. ' તે ધ્વનિ સાંભળી રાજા મેટા હર્ષથી તત્કાળ સકળ સૈન્ય સમૂહ સાથે નીકજે. હૃદુભીના તથા સરણાઈ વગેરે અવાજે, અને સૈન્ય સમુદાયને ગડબડાટ એક સરખો થઈ રહ્યો હતે. પછી રાજા શુભ લગ્ન સાધી પ્રસ્થાન મંગલ કરી નીકળે. આગળ જતાં શુભ શુકન મળ્યાં, અને જયનામક હાથી પર બેસી સંતુષ્ટ થત ચાલતે થયે. ચંદ્રશ્રી પરિવારસહ દિવ્ય વિમાનમાં બેશી આકાશ માર્ગે ચાલી, તેવારે નભીર તેની સ્તુતિ કરતા હતા. માર્ગમાં પુત્રિનું ઐશ્વર્ય જોઈ, રાજા મનમાં ઘણે ખુશી થયા અને જલદીથી રસ્તે કાપવા લાગ્યા. પછી વજબાહએ વીરસેન નૃપતિની આગળ જઈ, સસરાના આવ્યાની આનંદની ખબર આપી. ત્યારે વારસેને પિતાનું સર્વ સૈન્ય સામું મેકલી વિચિત્રયશને નગરની અંદર પ્રવેશ કરાવ્યો. વિચિત્રભૂપતિ રાજમહેલના બારણું નજીક આવ્યું, ત્યારે ચોપદારે હાથી ઉપરથી ઉતરવાની ના કહેતા છતાં તે હાથી ઉપરથી નીચે ઉતર્યો. દ્વારપાળે આગળ ચાલવા લાગ્યા. એવા ઠાઠથી વિચિત્રભૂપતિ રાજામહેલમાં પિઠે. ત્યાં રાજ મહેલને ચોક, હાથીના સમૂહથી વ્યાપ્ત થયે હતે, કઈ કઈ ઠેકાણે સુશોભિત ઘડાથી, કોઈ ઠેકાણે મોટે મોટા દ્ધાઓના ઉભા રહેવાથી, કઈ ઠેકાણે કસ્તુરીના ઢગલાથી, કોઈ ઠેકાણે રત્નના મોટા સમૂહથી, અને કઈ ઠેકાણે સવર્ણ રાશીથી શોભાયમાન થએલ દીઠે. પછી રાજાએ તુંગભદ્ર નામના રાજમહે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036440
Book TitleHari Vikram Charitra
Original Sutra AuthorN/A
AuthorBhagubhai F Karbhari
PublisherJain Patra Office
Publication Year1907
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size247 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy