________________ 177 ઈની વાત છે, તે પણ મનુષ્ય પિતાના યોગ્ય બુધ્ધિબળથી પ્રયત્ન કરે. . આવી વાતોથી તેઓ પરસ્પર સંતોષ પામી રહ્યા છે, એવામાં અશેક વિદ્યાધરે મિત ભાષણ શરૂ કર્યું. - અશોક–રાજન વીરસેનને રાજયાભિષેક કરવાના હેતુથી આપ અંહિ પધાર્યા છે, તે તે કાર્ય શુભ દિવસ જેઈ આટોપી લેવું જોઈએ. આકામ સારુજ નગરની અંદર ચંદ્રશ્રો અને બંધુદત્ત સહ આપને બોલાવ્યા છે. ત્યારે બેચર અને ભૂચર એ સર્વેએ “ઠીક છે” એમ કહી તત્કાળ જોશી સિદ્ધસેનને શુભ દિવસ કાઢી આપવા કહ્યું. તેણે પણ જ્ઞાનની નજરથી બરાબર જોઈ કહ્યું કે, “વીરસેન નરેંદ્રને આવતી કાલનું પરેઢીયાનું મુહર્ત લાભકારી છે.” મુહુર્ત નિશ્ચિત થયા પછી ત્યાં મંગલ વાઘો વાગવા લાગ્યા, અને સર્વ રાજાએ શુકનની ગાંઠે બાંધી. વીરસેનના રાજયાભિષેક સંબંધી સર્વ ચંપાનગરીની અંદર ઢંઢેરો પીટાવ્યો. સંધ્યાકાળ સમયે ચેઘડીયાં વાગવા લાગ્યા, તેને અવાજ સભામાં બેઠેલા સર્વેએ સાંભળ્યા, સંધ્યારૂપ સૌભાગ્યવતિસહ સૂર્ય જાણે રાજયા ભિષેકને સારૂ ઉદક લેવા વાસ્તે પશ્ચિમ સમુદ્રમાં ગયા પછી આકાશમાં તથા પૃથ્વિ પર જ્યાં ત્યાં સંધ્યારાગ ફેલા હોય એમ જણાવા લાગ્યું. પછી ત:સમૂહ (અંધકાર) બંગલાની દિશારૂપ ભિંતોને કસ્તુરિનું પટ આપતે આપતે પ્રસરવા લાગ્યો. તે વારે ઉત્તમ નજરવાળા પુરૂષના નેત્રો પ્રમાણે વચમાં તારાઓ, ચમકતા હતા, અને નીલ કમલ પત્ર પ્રમાણે ચારે બાજુએ કાંતિ ફેલાએલી છે એ પ્રમાણે આકાશની શભા દેખાવા લાગી. અંધારાએ ગગન દેશ, ભુમી પર જયાં ત્યાં દીવા લગાડેલા હતા, તેમાંથી નીકળેલી મેશને લીધે જાણે અત્યત મલીન કરી મુક્યો હોય એમ જણાવા લાગ્યું. તે વખતે વીરસેને સર્વ મંગલ કાર્યો આપી, કચેરીમાં કેટલાક વખત બેશી પછી રાજાને જવાની વિનંતિ કરી. વિચિત્રયશને મોટા આદરથી એક ભવ્ય બંગલાની અંદર મેકલી, પછી સર્વ વિદ્યાધરને પણ રજા આપી વીરસેન પિતે પણ ઉઠ. પછી. વીરસેન ચંદ્રગ્રી સાથેના ઘણા દિવસના વાગવડ, દર્શન લેવાને અધિક ઉત્કંઠિત થઈ તેણીના બંગલામાં ગયે. પરસ્પરના દશનામૃતપાનથી અંતઃકરણમાં સંતુષ્ટ થએલ તે બન્નેના નેત્રો શુધિત થયા પ્રમાણે તૃપ્ત થયા નહિ પછી પ્રિયાને (ચંદ્રકાને) મહામુલ્યવાન એવા સિંહાસન પર બેસાડી મહારાજ વીરસેને મેટા પ્રેમથી તેની સાથે સંભાષણ કર્યું, કુશળ વાર્તા અને ગમ્મતની વાતો ઘણીવાર સુધી તેઓ કરતા બેઠા હતા એટલામાં એક મિત્રે રાજાને કહ્યું. “મહારાજ, હવે ઉઠે. અપવાસને લીધે આપ વ્યાકુળ થયા હશે, અને હજુ સુધી નિયમાચાર પ્રમાણે ઘણું કૃત્ય કરવાના બાકી છે.” તેણે એમ કહ્યા બરાબર, તરત ઉઠ, અને લાખો દ્ધાઓ તેની આસપાસ રક્ષણ સારૂ ઉભા રહ્યા છે, એવી સ્થિતીમાં વીરસેન રાજાએ તુંગભદ્ર મહેલની અંદર પ્રવેશ કર્યો. પછી વીરસેને જીનપૂજા કરી અને સર્વ નિયમાચારો આપી બ્રહ્મચર્યવૃતથી ભુમીપર શયન કર્યું. તે સૂરપત્રને પ્રતાપ રાત્રીને જાણે સહનને થવાને લીધે બંધીખાનામાં નાખેલ શત્રુસ્ત્રિ પ્રમાણે ઝપા 23 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust