SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ 152 નીકળે. લોકો ગભરાઈ એક સરખા જતા રહ્યા. વીરસેન મંદિરમાં બેઠેલે છે એટલામાં એક સુંદર સ્ત્રી ત્યાં આવી. તેની સાથે તેનાજ જેવીજ, અને તેનાજ જેવા ઘરેણા ધારણ કરેલી એવી દાસી હતી. તેથી કરી જાણે સૂર્ય તેના સૌંદર્યતાને ભૂલી સંધ્યાકાળે તેની પાસે આવી રહ્યો હોય એમ લાગતું હતું તેણીના ડાભા હાથમાં વા અને જમણા હાથમાં ચાબુક હતો, તેથી જાણે મદનની ગુપ્તિ અને ફાસે એવા બે આયુઘે હાથમાં ધારણ કર્યા પ્રમાણે ભાસતું હતું. તેના સર્વાગપરના દાગિના રત્ન ખચિત હોવાને લીધે, અંદર લોકોની આંખેના પ્રતિબિંબ પડેલા હતા, તેથી કરી તેના રૂપને ભૂલ જઈ જાણે છે કે પિતાની જ આંખે તેણીના શરીર૫ર ચૂંટાડી હોય એમ લાગતું. તેણીના શ્વાસનાં સુગંધને લુબ્ધ થએલ ભ્રમરને તેણીની સંખીયે લુગડાના છેડાથી હાંકી કાઢતી હતી, તેને જે અવાજ થતે તેથી જાણે સાહિથી લખેલા અક્ષરનું વેશ્યા શાસ્ત્રજ વાંચતી હોય એમ લાગતું. પાસે હોનારા ગધર્વના ગાયન ઇવનિના રંગથી જયારે તે આંખ મીંચતી, ત્યારે લોકોને ફસાવવા સારૂં જાણે તે સ્ત્રીના મેહકનામક યોગની અભ્યાસ કરતી હોય એમ જણાતું, તેણીનું નામ જયપતાકા હતું, અને ખરેખર ને મદનના સૈન્યની વિજયપતાકા હતી. એવી તે સુંદરી જીનમંદિરના બારણામાં આવી 5. હચી. આજુબાજુ દાસ દાસીઓને ઉભી રાખી, તે વાહનમાંથી નીચે ઉતરી પગ ધઈ જીનમંદિરમાં દાખલ થઈ. દેવની યથાવિધિ પૂજા કરી આમ તેમ ફરવા લાગી, અને પિતાના ફરવા સાથે, લેકના મનને પણ ફેરવવા લાગી, એટલામાં તેણીએ બારીમાં વિરસેનને જે કૈલોકયની અંદર એક સુંદર પુરૂષ એ તે વીરસેનને જોઈ, ચકિત થઈ, અને શરમથી તેની આગળ પણ જવાયું નહિ, અને તે જગાએ પણ ઉભી રહી શકી નહીં. એહે, દુર્લભ એવા પ્રેમથી જ્યારે મનુષ્ય ગાંડો બની જાય છે, ત્યારે તે ડાહ્યા હોય તે પણ તેની બુદ્ધિને કર્તવ્ય અકર્તવ્યનું ભાન રહેતું નથી. પછી ઘેર્યું તે શાનું? આણી તરફ તેણીએ અનંત પુણ્ય પ્રાપ્તિ સારૂ, દેવવંદન વગેરે સર્વ આટપી નેત્રકર્ણને સુખકર એવું નૃત્ય પાઘ આરંવ્યું પછી વીરસેનને બોલાવી આણી સભા- ' . માં મુખ્ય સ્થાને બેસાડો. અને ઘણીજ સારી રીતે નૃત્ય કરવા લાગી. પાદ્યવનિને બરાબર રંગ જામ્યો એટલે જય પતાકાએ અપ્રતિમ નૃત્યની શરૂવાત કરી. સં. ગીતાદિકળાનું મર્મ જાણનાર વીરસેન ખુશ થયો અને જયપતાકાને હાર વગેરે ભૂષણો બક્ષિસ આપ્યાં. નૃત્યવાદ્ય પુરૂં થયા પછી તે વેશ્યા વીરસેન પર આસકત થઈ તેણુએ વીરસેનને પોતાને ઘેર આવવા કહ્યું ત્યારે ઉડે વિચાર કરનાર વીરસેન પ્રભુ બેલ્યો કે, “આ દુનિયામાં વેશ્યાને સંગ મોટા પુરૂષને યોગ્ય નથી. | વેશ્યા આપણા પર આસક્ત હોય તો પણ તે બહારથી ફક્ત સારી છે. પરંતુ બાકીના ગુણ ગંધથી રહિત એવા જાસુદના કુલની માળા પ્રમાણે તે ઉપભોગ લેવાને યોગ્ય નથી. વેશ્યા રૂપવતિ અને ગુણવતિ હોય તે પણ સર્પથી વેષ્ટિત થએલ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036440
Book TitleHari Vikram Charitra
Original Sutra AuthorN/A
AuthorBhagubhai F Karbhari
PublisherJain Patra Office
Publication Year1907
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size247 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy