SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ 151 તેમને બરાબર ઓળખી રાજાએ પૂછયું? “કેમ પવનકેતુનું ઉત્તર કાર્ય કર્યું?” તેમાંથી સર્વમાં શ્રેષ્ઠ અને પવનકેતુની ઘણું માનીતી મદનસેના દુઃખને શ્વાસ નાંખી બોલી “શત્રુ જીવતે છતાં તેના હૃદયના લેહીના જળ વડે અંજલીદાન આપ્યા શીવાય ઉત્તર કાર્ય પુરૂં કેવી રીતે થાય? રાજા (મનનાં બોલ્ય) આ અનુકુળ બોલે છે ત્યારે આપણને સારી મદદ મળશે.' વિદ્યાધર સ્ત્રી–રાજાજી અમે મુછત હતાં તે વખતે બંધુ પ્રમાણે પ્રેમ પૂર્વક અમને ધીરજ આપી તે અમારા દુઃખને શાંત કર્યું, તે ઉપકાર મનમાં રાખી તારી પાસે અમે આવ્યા છીએ. કરેલા ઉપકારને વિસારે નહીં એજ દુનિયામાં શ્રેષ્ઠ છે. રાજા–તેના લેહીથી પતિનું ઉત્તર કાર્ય ગામમાં કરવું એ ઉલટું કેવી રીતે થાય ? મદનસેના–જે શત્રુ મારી નજરે પડે તે હમણું હું મારું સામર્થ્ય તેને દેખાડું. આ રાંડ શું કરવાની છે એમ કહી તું મારે ફીટકાર કરીશ નહીં. આપણામાં કહેવત છે કે “રત્નાનિ વધા " (પૃથ્વી ઘણું રત્નોથી ભરપુર છે) આ અમે પવન કેતુની આઠ સ્ત્રી લડાઈમાં તેની સાથે હતા તે પરાભવ કરવાની તેની છાતી ચાલી નહેાત. રાજા–જે એમ છે તે મને (તમારા બંધુને) તમે મદદ કરે. એટલે આજે જ અહીં શત્રુને ખચીત મારી નાંખીશ જે તમારે શત્રુ તે મારે પણ શત્રુ છે તેમાં મારો વિશેષ છે તમારે કહો અગર મારે કહો પણ તે હાલમાં પવિત્ર વાસુ પૂજય મંદીરમાં આવેલ છે, તે સાધ્વી ! માછલાને જાળમાં ઘાલી ખેંચી લાવવા તેમ તે અહીં આવ્યું છે, તે તમારી પુન્યાઇથી આવ્યું છે. . તે આવ્યા છે એવું સાંભળતાંમાંજ તે આઠે જણીઓએ ભયંકર શરીર ધારણ કર્યા તે જોઈ રાજા ગભરાઈ ગયું કે ધથી તેમની આંખો લાલ થઈ ફરવા લાગી અને તેઓ હઠ ચાવીને બોલવા લાગી કે “અરે એમ છે કે ઠીક આવવા દે?” રાણી–મહારાજ સંભળો. સંભાળે આ શું ચરિત્ર પેદા થયું ! એમ કહીને તેણીએ રાજાની કેટમાં બાથ ભીડી. - વિદ્યાધર સ્ત્રી–રાજા હવે વાર કેમ? અમારો દુઃસહ ક્રોધાગ્નિ ભડકો છે, જે જગતને પણ બાળી નાખશે. યમ પિતાના શરીરના આઠ ભાગ કરી, અમે આઠ જણીઓમાં આવી રહેલો છે, અમારા ધાગ્નિની જવાળાઓ જલદી જઈ તેના પર પડવી જોઈએ.. - રાણી—શે પરિણામ થશે શી ખબર? મારું મન કુંભારના ચાકડા પર ચઢાવ્યા પ્રમાણે ફરે છે - રાજા–પ્રિયા ફીકર નહિ. હવે આપણું કાર્ય. ખાસ સિદ્ધ થયું. .. એ પ્રમાણે રાણીને ધીરજ આપી કાજા વિદ્યાધર સ્ત્રીઓ સહ. એકદમ બહાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036440
Book TitleHari Vikram Charitra
Original Sutra AuthorN/A
AuthorBhagubhai F Karbhari
PublisherJain Patra Office
Publication Year1907
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size247 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy