SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ 150 આવત નહી? મારા દેશમાં ઠેક ઠેકાણે દુત મૂકેલા છે. શત્રુ દીશાઓના સર્વ ભાગમાં કે જ્યાં જવાની પણ મુશ્કેલી છે એ સ્થળે મારા દુતે મુકરર કરી મુકેલા છે.” * જોશી–રાજાજી એ ગમે તેવી રીતે આવે પણ નગરમાં આવીને દાખલ તો થયું છે. રાજા–વિચાર કર અમસ્ત વિશ્વાસ પર બેસી રહીશ નહીં આ તારૂં બોલવું બીલકુલ સંભવતું નથી. જોશી–જે તે આવ્યું ન હોય તે મારો શીરછેદ કરે. 6 રાજા–તે કયે સ્થળે રહેલ છે તે કહે. જોશી–તે હાલમાં વાસુપૂજય મંદીરમાં છે હજી પણ તને કહું છું કે તેની સાથે એક બીજો માણસ છે તારામાં તાકાત હોય તે તેનો નાશ કર. રાજા–હે જેથી જો તે અહીં આવેલે દેખાશે તે વિચીત્રયશનું સઘળું રાજ્ય તને આપીશ. ' હે સામંતે લડવાને તૈયાર થાઓ. ચાલે, ત્વરા કરો. પૂર્વે કહેલા વચને આજે અમલમાં આણવાના છે. હે ઘોડેસ્વારે? તમારા દોડનારા ઘોડાના પગથી ઉડતી ધુળ વડે શત્રુને આચ્છાદિત કરે અને તેને સત્વર નાશ કરે. હે માવતે તમારા હાથીના ટોળે ટોળા બાંધી અભિમાનથી આવનારા શત્રુનું નાક નીચું કરે. હે સારથીઓ, તમે યુદ્ધ પ્રવીણ વિરસેન શત્રુ તમારા રથ પર ચઢી ન શકે એ હર એક પ્રયત્નથી બંદોબસ્ત કરો. હે શસ્ત્રપાળે? તમે તમારા તિક્ષણ શસ્ત્રોની ધારથી શત્રુના કકડે કકડા કરી તેને દશે દિશામાં ભેગ આપે. બીજે જે કોઈ મારું અને કલ્યાણ અને પિતાનું કલ્યાણ ઇચ્છતા હોય તો તેના વધની સર્વ પ્રકારે ખટપટ કરે. - આ પ્રમાણે પિતાના મંડળીને હુકમ આપી નૃસિંહ રાજા કનક સ્ત્રીને પુછવા સારૂ અન્વહમાં ગયા અને પિતાની સ્ત્રીને કહેવા લાગ્યો કે પ્રિયા વિરસેન અહીં આવ્યું છે એમ બોલતે બેલતો જેનો ચહેરે પ્રકુલીત છે એવી પિતાની પત્ની પાસે જોશીએ કહેલી સર્વ હકીકત કહી. તે પણ બેલી કે શત્રુ? અને તે અહી કેવી રીતે આવ્યો? . . રાજા–શી રીતે આવ્યો તે ખબર નથી. . * . રાણી–આનું પરીણામ સારું દેખાતું નથી રીસાશે નહીં ભૂમી પર રહીને જેણે વિદ્યાધરના સમૂહને જીત્યા છે તેના આગળ તમારી શી કથા!રાજા વીર. સેનનું સામર્થ તમે ભૂલી ગયા હશે. તમે હાથી પર હતા ત્યારે તેણે એકલાએ તમને બાંધ્યા હતા આ પ્રમાણે બંનેને સંવાદ. ચાલતો હતો એટલામાં વિદ્યાધરની સ્ત્રીઓનો સમૂહ આકાશમાંથી નીચે ઉતરતાં તેમની નજરે પડશે.. . . રાજા–પ્રિયા જોયું? આજ તે વિદ્યાધરની સ્ત્રી પવનકેતુની પત્નીઓ ફરીથી - આપણને મળવા વાસ્તે આવે છે. ' . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036440
Book TitleHari Vikram Charitra
Original Sutra AuthorN/A
AuthorBhagubhai F Karbhari
PublisherJain Patra Office
Publication Year1907
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size247 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy