SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ चित्रसेन चरित्रम् जिनरक्षित जिनपालित कथा l/200 ત્યાર પછી અત્યંત આગ્રહવાળા કરિયાણા વગેરેના વેપારની કલામાં કુશળ એવા તે બન્નેને વિદાય કર્યા. (1129) सामग्री सकलां कृत्वा जलादीनां च सङ्ग्रहम् / यानमारुह्य पाथोधौ ततः प्राविशतां स्म तौ // 1130 // ત્યાર પછી બધી સામગ્રી તૈયાર કરીને અને પાણી વગેરેનો સંગ્રહ કરીને વહાણમાં બેસી તે બન્નેએ સમુદ્રમાં પ્રવેશ [IE કર્યો. (1130) तयोर्महासमुद्रान्त-र्गतयोरभवत्क्षणात् / अकाले दुर्दिनं व्योम्नि विद्युदादिसमन्वितम // 1131 // તેઓ જ્યારે મોટા સમુદ્રમાં દાખલ થયા ત્યારે તરત જ વિજળી સહિત આકાશમાં અચાનક ખરાબ દિવસ થયો. (1131) विललासासकृद्विद्यु-दुर्मयश्च जजूंभिरे / वातश्च प्रबलो जज्ञे घनाघनसमन्वितः // 1132 // વિજળીના ચમકારાઓ વારંવાર થવા લાગ્યા. ગાઢ વાદળાઓ સહિત પવન વાવા લાગ્યો. (1132) स्फुटितं यानपात्रं तद् युद्धे कातरचित्तवत् / विपन्नस्तद्गतो लोक: पतितो जलधौ तदा // 1133 / / | યુદ્ધમાં જેમ બીકણ માણસનું હૃદય ફાટી જાય તેમ તેમનું વહાણ ભાંગી ગયું. અને તેમાં રહેલા મુનષ્યો સમુદ્રમાં પડયા અને મરણ પામ્યા. (1133) . कथञ्चित्फलकं लब्ध्वा तद्गाढं परिरभ्य च / तावासादयतां रत्न-द्वीपं च दिवसैस्त्रिभिः // 1134 // કોઈપણ રીતે એક પાટીયું મળી જતાં તે ગાઢ રીતે પકડી રાખીને તે બન્ને ભાઈઓ ત્રણ દિવસે રત્નદ્વીપ પહોંચ્યા. (1134) UP.Ad Gunratnasuri M.S. Jun Gun Aaradhak
SR No.036427
Book TitleChitrasen Padmavati Charitram
Original Sutra AuthorN/A
AuthorRajvallabh Gani
PublisherVishvaprabhashreeji
Publication Year1991
Total Pages228
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy