________________ * આ ગ્રંથને મુખ્ય સાર, ચંપકને રિદ્ધિ પ્રાપ્ત થવાનું કારણ તેણે પૂર્વભવે દુકાળમાં ગરીબ છોને અન્ન આશ્રય તથા દુઃખી જનોને ઔષધાદિ આપ્યા હતાં. તેથી તેને બીજા ભવમાં છ— કરોડ સુવર્ણ મોહોરે બીજા પાસેથી તથા ચોદકરોડ તેને વેપારમાંથી પ્રાપ્ત થઈ હતી. હાલના દુકાળમાં જે કોઈ પ્રિય પાઠકગણ મદદ કરશે તેને પણ ભવિષ્યમાં તેવી રિદ્ધિ પ્રાપ્ત થશે.' વળી તેની સ્ત્રીએ પણ તેવા દુષ્કાળમાં ગરીબોને સહાય કરી તેથી બીજા ભવમાં સર્વે વાતે સુખ પામી. વૃદ્ધ બાઈ જે કોઈ અનાથ હતી તેને દાનશાળામાં વધારે ખાધેલું ન પચવાથી રોગી થતાં તેને તિરસ્કાર ન કરતાં પતાના ઘરમાં લાવી ચાકરી કરી, તેથી તે બીજા ભવમાં ઉપકાર કરનારી પાલકમાતા થઈ. પિતે બીજાને યત્કિંચિંત પરાભવ કર્યો તેથી તેને બીજા ભવમાં અત્યંત પરાભવ ખમો પડે. વળી તેણે પિતાના ઉત્તમ કુળને મદ કર્યો તેથી બીજા ભવમાં તેને દાસીના પેટે અવતરવું પડયું અને જ્યારે પિતાના પૂર્વ ભવનું સ્વરૂપ તેને માલુમ પડ્યું ત્યારે તેણે દીક્ષા લેઈ આત્મ કલ્યાણ કર્યું તે ખાસ લક્ષમાં લેવાનું છે. બુદ્ધિદત્તે પૂર્વે લોકોનું ધન ઠગી લીધું હતું, તેથી બીજા ભવમાં ધન મેળવીને પણ ખાઈ શક્યો નહિ, તેમ પુણ્યક્ષેત્રમાં વાપરી પણ શક્યો નહિ અને પોતાના ધનને માલિક દાસીપુત્ર થશે તેના માટે દેવીનું વચન સાંભળી તેને જમ્યા પહેલાં જ મારી નાંખવા મનસુબો કરી તેની માને મારી નાંખી તથા ચંપકને મારવા બંધુને, સ્ત્રીને તથા નોકરોને ફરમાવ્યું પણ તેના ભાવી પ્રબળથી તે બચ્ચે અને પોતે જ બુરા હાલે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust