________________ પ્રસ્તાવના. ચંપકલ્ટીનું ચરિત્ર સંસ્કૃતમાં છપાયેલું બનારસ યશોવિજય જૈન પાઠશાળામાં હર્ષચંદ્ર ભુરાભાઈ તરફથી બહાર પડ્યું છે. તેનું રસિકપણું તથા તેમાં અત્યુત્તમ બોધ જોઈ દરેકને તે વાંચવાનું મન થાય તે સ્વાભાવિક છે. તેનું ભાષાંતર ચંપકચરિત્ર નામથી ભાવનગર જૈનધર્મ પ્રસારક સભા તરફથી છપાયેલું છે. એટલું છતાં પણ સામાન્ય ગુજરાતી ભાષા શીખેલાને એકલું ભાષાંતર રસમય ન લાગે તેવું અમને લાગવાથી ગદ્યપદ્યમય બનાવી ગુજરાતી ભાષાના વાચક બંધુ તથા બહેનો માટે “ચંપકલ્ટી " ની વાર્તા ગુર્જર વાચક સમક્ષ આ ગ્રંથ રજુ કરવામાં આવે છે. અમારા કેટલાક બંધુઓ આવા ભાષાન્તર કરવાની વિરૂદ્ધમાં છે. તેનું કારણ જ્ઞાનનું બહુ માન ઘટવા તથા ગુરૂ પાસે ઉપાશ્રયે જવામાં પ્રમાદ થવાનું તથા પુસ્તકો ગમે તેમ ફેંકી આશાતના કરવાનું કારણરૂપ શ્રાવને થાય છે. ઉપરની બાબતોમાં વિચાર કરતાં પ્રથમનું કારણ જ્ઞાન વધતાં જ્ઞાની સંપૂર્ણ થએલે કદાપિ પણ બહુમાન ઓછું કરશે નહિ. તથા શ્રાવકે પ્રમાદ તજી વિરતિગુણ પ્રાપ્ત થવાનું કારણરૂપ મુનિ મહારાજની સેવા કરવી. મુનિનું ઓછું જ્ઞાન પણ શ્રાવકના વિશેષ જ્ઞાન કરતાં ચઢે છે; કારણ કે ફળ તે વિરતિ છે; તથા પુસ્તકોની આશાતનાનું કારણ પુસ્તકોના ટાઈપ, કાગળ વિગેરે સાદી સ્થીતિ તેમજ સાચવવાની ખામી તેજ છે માટે લક્ષમાં રાખી જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનની આશાતનાથી ના બંધાય તેવી રીતે પુસ્તકોનું મનન કરવું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust