________________ નહીં વાપરતાં કુમા કર્યો તેથી તે કદી પણ ફતેહમંદ થયે નહિ. જે તેણે સારા માર્ગે ધન વાપરી પરોપકાર કર્યો હતો તે આ લોકમાં તેમ પરલોકમાં પણ સુખી થાત. જેમાં અનુંપાદાન કેવી રીતે અપાય છે તે હાલ પણ પાંજરાપોળ વિગેરેથી પ્રત્યક્ષ જણાય છે. અમારા બીજા બંધુઓ પણ ગરીબોના ભલા માટે તેવો પ્રયાસ કરી સગતિને પ્રાપ્ત થાય તથા અનિતી કરતાં અટકે તેજ હેતુથી આ ગ્રંચ લખવામાં આવ્યું છે. પુજ્યપાદ પન્યાસજી હર્ષમુનિજનું કલકત્તામાં પધારવું થયું તે વખતે તેમના સદુપદેશથી પાટણવાળા શ્રીમાન શેઠ ચીમનલાલ વાડીલાલની કું. વાળા વાડીલાલભાઈએ પિતાના દ્રવ્યને સદુપયોગ કરવા માટે પુજ્યવર્ય પન્યાસજીના લધુ શિષ્ય ધર્મોપદેશક શ્રી માણેક મુનિજીએ ભવ્ય જીના ઉપકારાર્થે આ ચંપકલ્ટી નામના ગ્રંથનું ભાષાંતર કરેલું તેને છપાવવામાં સહાય કરી છે તેને માટે તેઓ શેઠજી ખરેખર ધન્યવાદને પાત્ર છે. તેઓશ્રીનું અનુકરણ કરી અન્ય બંધુઓ પણ જ્ઞાનને વધારો કરવામાં યથાશક્તિ ઉત્તેજન આપશે એવી આશા છે. વાંચકવર્ગ તરફથી આ લઘુ ગ્રંથને સારે આશરો મળશે તે તેવી બીજી પુરાણી કથાઓ પ્રસિદ્ધ કરવામાં આવશે. આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં જે બંધુઓએ આત્મીક તથા દ્રવ્ય વિગેરેની સાહાયતા કરી છે તેને માટે તેઓશ્રીનો એક વાર વધુ ઉપકાર માની અમે વિરમીએ છીએ. અમે છીએ. શ્રી જૈન મિત્રમંડળ અવક વર્ગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust