________________ શાંતિદેવાચાર્ય અને અધ્યાપક કેસંબીજી ર૭ ગાંધીજીની વિનંતિને માન આપી, ઘણું કરી ઓગણીસમા દિવસે તેમણે અનશનથી દેહત્યાગને વિચાર પડતો મૂક્યો. તેમને પારણું કરાવ્યું અને મિત્રો તેમને કાશીમાં લઈ આવ્યા. કાશીમાં તેમની પરિચર્યા કરનાર અનેક હતા. અધ્યાપક પવારને ત્યાં તેઓ રહેતા. તેઓ કહેતા કે, જવા લાયક સ્વાથ્ય આવે તે મુંબઈ જઈશ અને ત્યાંથી વધુ. એ પ્રમાણે તેમણે છેવટે વર્ધા પાસે સેવાગ્રામમાં જ જીવન પૂર્ણ કર્યું. છેવટના દિવસોમાં કાકાસાહેબની યોજના પ્રમાણે આશ્રમવાસીઓએ તેમની સંપૂર્ણ પરિચર્યા કરી. તેમણે “પાર્શ્વનાથાચા ચાતુર્યામ ધર્મ” અને “બધિસત્ત્વ” નાટક એ બે લખેલ પુસ્તક સોંપી મને કહ્યું હતું કે, આ છપાય નહીં તોયે : એની નકલે સુરક્ષિત રહે. છેવટે આ બંને મરાઠી પુસ્તકો કાકાસાહેબની પ્રસ્તાવના સાથે ધર્માનંદજીની સ્મારક-માળામાં પ્રસિદ્ધ થયાં છે અને તે હિંદી તેમ જ ગુજરાતીમાં પ્રસિદ્ધ થવા યોગ્ય છે. કેસંબીજને એક પુત્ર અને ત્રણ પુત્રીઓ તેમના પુત્ર કે સંબીજી જેવા જ પ્રતિભાશાળી છે અને પૂનાની ફર્ગ્યુસન કોલેજમાં ગણિતના પ્રાધ્યાપક છે. તેમની પુત્રીઓ પણ વિદ્યામાં એક એકથી ચડિયાતી. એમની સંતતિ એમના માટે બધું કરી છૂટવા તૈયાર. તે ઉપરાંત બધી જ કેમના, બધા જ પંથના અને બધી જ કક્ષાના અનેક સામાન્ય જન, વિદ્વાન અને શ્રીમાન તેમના ચાહક; અને તે પણ કાંઈક કરી છૂટવું એવી વૃત્તિવાળા ચાહક. છતાં કસબીજી પિતાના બુદ્ધિપૂર્વક સંકલ્પથી જરા પણ ચલિત ન થયા. તેમણે બ્રહ્મદેશ, સારનાથ અને કુશિનારા આદિમાં બૌદ્ધ પરંપરાને અનુસરી સમાધિ ભાવનાઓ પણ કરેલી. તેમણે ચિત્તનિરીક્ષણનો અભ્યાસ તે એટલે બધો વધારે કે હું જ્યારે જ્યારે યોગશાસ્ત્ર અને જૈન તથા બૌદ્ધ પરંપરાના ધ્યાનમાર્ગની શાસ્ત્રીય વાતો કાઢું ત્યારે તેઓ એ વિષેનું જાણે સ્વાનુભૂત ચિત્ર જ ન હોય તેમ નિરૂપણ કરે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust