________________ બધિચર્યાવતાર પડ્યા અને અમે વિચાર્યું કે, હવે આમને રસ્તો કરી આપવો. અનશન ક્યાં રહી કરવું, પરિચર્યામાં કોણ રહે, તે વખતે લેકે ભીડ ન કરે અને કોઈ પણ સ્થળે પ્રચાર ન થાય - આ બધા મુખ્ય પ્રશ્નો હતા. મને અને પં. શ્રી. દલસુખ માલવણિયાને એનો ઉત્તર મળી ગયે અને અમે કસબીજીને કહ્યો. સરયૂ નદીને તટે દેહરીઘાટ પાસે સ્વામી સત્યાનંદનો આશ્રમ છે. એ સ્વામી પ્રથમથી જ દલિતોદ્ધારક અને અસ્પૃશ્યતા–નિવારણના મક્કમ કાર્યકર્તા, વિદ્વાન અને વિચારક; ત્યાગી અને તપસ્વી; ગાંધીજીને પણ એવા જ પ્રિય. એમની સાથે અમારો પરિચય અમને કહેતા કે, એમના આશ્રમમાં કોસંબીજ રહીને અનશન કરે, તે એમની બધી શરતે સચવાય. સ્વામીજી કબૂલ થયા. પણ પ્રશ્ન હતો શ્રદ્ધાળ અને વિવેકી પરિચારકને. એવા એક પરિચારક પણ મળી ગયા. પ્રથમ સ્થાનકવાસી જૈન સાધુ પણ હવે નિષ્ઠાવાન લેકસેવક તરીકે જાણીતા સ્વામી ચૈતન્ય અપરામ ચૂનીલાલજી–તેમણે પરિચર્યાનું બીડું ઝડપ્યું અને અમને બધાને નિરાંત વળી. દહરીઘાટવાળા આશ્રમમાં ઉપવાસ શરૂ થયા. દિવસની નોંધ ચૂનીલાલજી અમને કાશીમાં મોકલે અને જરૂરી સાધન કાશીથી પૂરાં પડાય. કેબીજીએ વચન લીધેલું કે, આ અનશનના સમાચાર તેમનાં પુત્ર-પુત્રીઓ વગેરેને ન આપવા અને અન્યત્ર પ્રચાર પણ ન કરો. પરંતુ એ વાત ડી જ છાની રહે ? છેવટે દિલ્હી સુધી વાત પહોંચી. શ્રી. પુરુષોત્તમ ટંડનજી વગેરેની વિનવણીઓ વ્યર્થ ગઈ ગાંધીજી તરફથી ઉપવાસ બંધ કરવા માટે આવતા તારો પણ વ્યર્થ ગયા. ગાંધીજીએ સૂચના આપી કે, કોસંબીજી તેમને દિલ્હીમાં મળે. જવાબમાં કસબીએ જણાવ્યું કે, જો તમે મને અહીં આવીને અનશનની અયોગ્યતા સમજાવશે, તે હું છોડી દઈશ. પણ તે વખતે એક ક્ષણ માટે પણ ગાંધીજી દિલ્હી છોડી શકે તેમ ન હતું. આ રીતે ઉપવાસ લંબાતા ગયા. કસબીજીને કેટલાક દિવસો પછી વેદના પણ થવા લાગી. છેવટે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust