________________ બેધિચર્યાવતાર ગયા. તેમણે પછી નેપાળમાંથી પાછા ફરવાનો વિચાર કર્યો. તેમને તે વખતે એકાએક યાદ આવ્યું કે, જે હું બુદ્ધગયા જાઉં, તો દૈવવશાત કેઈ બૌદ્ધ સાધુ જાત્રાએ ત્યાં આવી ચડ્યો હોય, તે તેની પાસેથી બૌદ્ધ ધર્મનું જ્ઞાન કઈ રીતે સંપાદન કરવું એ જાણી શકાશે. એટલે તે નેપાળથી બુદ્ધગયા જવા ઊપડ્યા. ધર્માનંદજી ગયા પહોંચીને ત્યાંથી બુદ્ધગયા ગયા. બુદ્ધગયા બૌદ્ધોના તાબામાં હશે, એમ ધર્માનંદજી માનતા હતા; પણ ત્યાં તે જુદું જ જોવા મળ્યું. ત્યાં મઠ તે એક મહંતના તાબામાં હતા. બીજે દિવસે ધર્માનંદજી બુદ્ધમંદિર જેવા ગયા. બુદ્ધની મૂર્તિના કપાળમાં એક મોટું ત્રિપુંડ કરેલું હતું! એ જોઈને તે નવાઈ પામ્યા. મંદિરની પાસે ધર્મપાલ નામના બૌદ્ધ ભિક્ષુ રહે છે, એવું તેમણે સાંભળ્યું હતું. એટલે તેમને મળવા તે ઉસુક હતા. પરંતુ ધર્મપાલ ત્યાં ન હતા. ત્યાં એક બીજે ભિક્ષુ હતું. તેણે કહ્યું કે, ધમપાલ તો સિલોન છે. ધર્માનંદજી હજી સુધી જાણતા ન હતા કે, પાલિ ભાષા કયા પ્રકારની છે. તેમણે પેલા ભિક્ષને એ વિષે પૂછ્યું, એટલે તેણે પિતાની પાસેના સિંહલી લિપિમાં લખાયેલા એક બૌદ્ધગ્રંથમાંથી કેટલાંક વાક્યો વાંચી સંભળાવ્યાં. તે સાંભળીને ધર્માનંદજી અત્યંત આનંદ પામીને બોલ્યા : “પાલિ ભાષા તે લગભગ સંત જેવી જ છે. તે શીખતાં મને જરાય વાર નહિ લાગે.” પિલા ભિક્ષુએ ધર્માનંદજીને સલાહ આપી કે, “તમે સિલેન જાઓ તો ત્યાં મોટમોટા પંડિત છે. તે તમારી બધી શંકાઓનું સમાધાન કરી તમને બૌદ્ધ ધર્મગ્રંથ શીખવશે.” ધર્માનંદજીએ કહ્યું : “હું સિલેન જવા તૈયાર છું. પણ મારી પાસે એક પૈસો પણ રહ્યો નથી! તે પછી હું સિલેન કઈ રીતે જાઉં ?" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust