________________ શ્રી. ધર્માનંદ કસબીજી ક્યાંથી? તેમની પાસે અમરકોષનું એક પુસ્તક હતું. એક ગુંસાઈને તેની જરૂર હતી, તેથી એ તેમણે સવા રૂપિયે તેને વેચી દીધું. તેમાંથી એક રૂપિયો ને બે આના આપી તેમણે પંચિયાંને એક જેટો લીધો. પણ એ જે બહુ બહુ તો બે ત્રણ મહિના જ કામ આપે એ હતો. આખરે તેમણે એવો નિશ્ચય કર્યો કે, અન્ન છત્રમાંથી જ એક પૈસે તેલનો મળે છે, તે તેલમાં ન ખરચતાં બચાવે. અને એમ બે અઢી મહિને એકાદ રૂપિયે થાય, એટલે તેનું નવું પંચિયું લેવું. પણ દીવો શામાંથી બાળવો ? અંતે તેમણે અને તેમના સાથી વિદ્યાથી નીલકંઠે ઠરાવ્યું કે, રાત્રે દીવે વાંચવાને બદલે મોઢે જેટલું આવડતું હોય તેનું પુનરાવર્તન કરી જવું. આમ તેમણે અંધારું વેઠીને પૈસા સંઘરવા માંડ્યા. એ બંનેએ આ રીતે ચાર ચાર આના એકઠા કર્યા. એવામાં મડગાંવમાં રહેતા પંઢરીનાથ વાળંદ તરફથી એક રજિસ્ટર " કરેલ કાગળ આવ્યો. તેમાં દશ રૂપિયાની નોટ હતી ! આમ એક ગરીબ માણસે ધર્માનંદજીને અણધારી મદદ મોકલાવી, જે તેમને શિયાળામાં બહુ ઉપયોગી થઈ પડી. . કાશીવાસ દરમ્યાન દુર્ગાનાથ નામના એક નેપાળી વિદ્યાથી સાથે તેમની મૈત્રી થઈ. દુર્ગાનાથ જ્યારે પિતાને ઘેર નેપાળ જવા તૈયારી કરવા લાગ્યું, ત્યારે ધર્માનંદજીને યાદ આવ્યું કે, ડો. ભાંડારકરે કહ્યું હતું કે, બૌદ્ધધર્મનું જ્ઞાન મેળવવા માટે નેપાળ જવું જોઈએ. એટલે આ તકનો લાભ લઈ તે પણ દુર્ગાનાથ સાથે નેપાળ જવા તૈયાર થયા. પરંતુ નેપાળમાં બૌદ્ધધર્મની ખેદજનક સ્થિતિ જોઈને તેમનું મન ઉદ્વિગ્ન બની ગયું. નેપાળમાં રહેવામાં કશો લાભ નથી, એમ તેમને લાગ્યું. પણ હવે જવું ક્યાં ? બૌદ્ધધર્મની શોધ થઈ શકતી નથી, તો પછી દુનિયામાં આવીને પણ શું કરવું? આવા વિચાર તેમને આવવા લાગ્યા અને કેટલાક વખત સુધી તે સાવ વિચારશન્ય બની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust