________________ - ભીમસેનની નાશભાગ કરતા હતા, ત્યારે હરિપેણ તેના મહેલમાં તેને પ્રાણ લેવાની તડામાર તૈયારીમાં પડ હતે. . હરિફેણ ચાલ્યો ગયો. એટલે સુરસુંદરીને એકાએક વિચાર આવ્યું H આ વાત કોઈ સાંભળી તો નહિ ગયું હોય ને ? એ વિચાર આવતાં જ તે સીધી હરિ પાસે દોડી ગઈ અને ત્યાં જઈ બેલી : “સ્વામિનાથ ! સંભવ છે આપણી વાત કોઈ સાંભળી પણ ગયું હોય અને જો એ વાત ભીમસેન જાણું જશે તો તે જરૂરથી અહીંથી નાશી જશે. જો તેમ બને તો એ કયારેક પણ તમારા ઉપર હુમલે કરે ને યુદ્ધ કરે. જો કે મને તમારા બળ અને પરાક્રમ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. પણ છતાંય શત્રુને તો ઉગતો જ ડામી દેવો જોઈએ, જેથી એ કદી માથું ન ઊંચકી શકે. | માટે હે પ્રાણવલ્લભ ! તમે હમણાં ને હમણાં ભીમસેનના રાજમહેલ ફરતે ચોકી પહેરે મૂકાવી દે. જેથી તે નાશી ન શકે. અને તેને તેમજ તેનાં સ્ત્રી અને સંતાનોને જીવતાં જ પકડીને કેદખાનામાં પૂરી સખ્તમાં સત શીક્ષા કરે. તમે આમ કરશો તે જ મારા મનોરથ બરાબર સિદ્ધ થશે. - હરિ પેણ આ સાંભળીને ખુશ થઈ ઊઠે ! ને બેલી ઊઠઃ “વાહ! પ્રિયે! વાહ! તારી બુદ્ધિને ધન્ય છે. આ વાત તે મારા ધ્યાનમાં આવી જ નહિ. તે ઠીક સમયે મને યાદ દેવરાવ્યું. હું હમણાં જ તેને પ્રબંધ કરું છું.' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust