________________ 9 : ભીમસેનની નાશભાગ કહે છે દીવાલને પણ કાન હોય છે. આથી જ સુજ્ઞજનો જ્યારે એવી કોઈ ખાનગી મંત્રણ કરે છે ત્યારે ખૂબ જ ધીમા અવાજે વાત કરે છે. અને બે કાનથી ત્રીજા કાને વાત ન જાય તેની પૂરી તકેદારી રાખે છે. પણ હરિપેણે એવી કોઈ જ સાવધાની ન રાખી અને મોટા અવાજે તે બધી વાત કરવા લાગ્યો. એ સમયે સુનંદા ત્યાં છાનીમાની ઊભી બધું સાંભળતી હતી. ભીમસેનને પદભ્રષ્ટ કરવાની અને તેમ ન બની શકે તે રાણી અને કુંવરો સાથે તેમને મારી નાંખવાની વાત સાંભળી તે નખશીખ ધ્રુજી ઊઠી. અને તરત જ કોઈને પણ જાણ ન થાય તે રીતે ગુપચુપ ત્યાંથી દેડી ગઈ. અને સીધી જ હાંફતા શ્વાસે એ ભીમસેનના મહેલે પહોંચી ગઈ ભીમસેન તે વખતે આરામ કરતો હતો. તેણે તરત જ તેમને જગાડવા કહ્યું. ભીમસેન પણ તરત જ જાગી ગયો. સુનંદાને આમ ગભરાયેલી અને ડર પામેલી જોઈ તે બોલ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust