________________ આંબાની આગ 78 વિમલાએ જોયું કે તીર બરાબર નિશાન ઉપર લાગ્યું છે. આથી તરત જ તે મીઠું મરચું ભભરાવીને બેલી: “એ સુનંદાએ મને રૂવાબથી કીધું, તને શું અધિકાર છે આ આમ્રફળ લેવાને? તું તો નોકરની પણ નોકર છે " જ્યારે હું તે રાજાની રાણીની દાસી છું. આ આમ્રફળ ઉપર તો અમારો જ હકક છે. તારે જોઈતાં હોય તે આ બે ફળ લઈ જા. પણ તને હું ત્રણ ફળ તો નહિ જ આપું. એમ કહી એ બે ફળને મારા પર છૂટો ઘા કરીને ચાલી ગઈ રાણી મા! હવે તે તમે મને ઝેર જ પાઈ દો. આવા અપમાન સહન કરવાં તેના કરતાં તે મૃત્યુને વરવું સારું!” આમ કહી વિમલાએ પોતાનું ગળું જોરથી દબાવ્યું ને મરવાને ટૅગ કર્યો. સુરસુંદરીએ તરત જ વિમલાને તેમ કરતાં રેકી અને તેને શાંત પાડતાં કહ્યું : “વિમલા, તું શાંત બન. હું જ આ અપમાનને પૂરેપૂરો બદલે લઈશ. એ સુનંદા ને સુશીલા તેમના મનમાં સમજે શું? રાજનો બધો કારભાર તો મારા સ્વામી જ કરે છે. સાચા રાજા તે તે જ છે અને બધે અધિકાર આપણ છે. તું ચિંતા ન કર. હું જ મારા સ્વામીને કહીને તેઓને નગર બહાર હાંકી કાઢીશ..” - ત્યારબાદ, સુરસુંદરી પોતાના આવાસે ગઈ. ત્યાં જઈ તેણે સ્ત્રી ચરિત્રની શરૂઆત કરી દીધી. માથાના વાળ વીખી નાખ્યા. આંખોને હાથથી ચાળીને લાલઘૂમ કરી નાંખી. કપડાં પણ મેલાં ને જાડાં પહેરી લીધાં. અને મેં ચડાવીને એક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust