________________ 78 ભીમસેન ચરિત્ર - વિમલાને આવેલી જોઈ સુરસુંદરી બોલી ઊઠી : “અરે ! તું આવી ગઈ? આમ્રફળ ક્યાં છે ?" પણ વિમલાએ કંઈ જવાબ ન આપે. ને મેં ચડાવીને ઊભી રહી. આથી રાણેએ ફરી પૂછયું. પણ તું આમ ઉદાસ કેમ છે ? તારી આંખોમાં આંસુ કેમ છે? શું બાગમાં કંઈ અઘટિત બન્યું છે?” વિમલા આ સાંભળીને ગુસ્સામાં બોલી ઊઠી: ઉદાસ ન રહે તે શું હું નાચી ઊઠું? આજ તો મારું એવું અપમાન થયું છે કે હું તે જિંદગીમાં કદી નહિ ભૂલું. અને હું તેનો હવે પૂરેપૂરો બદલો લઈશ. એ સુનંદડી તેના મનમાં સમજે છે શું?....” શું કયું સુનંદાએ? કંઈ માંડીને શાંતિથી વાત તે કર, જેથી સમજ પડે.” રાણીને કંઈ આ વાતમાં સમજણ ન પડી તેથી તે બોલી: શું માંડીને બધી વાત કરું ? મારું અપમાન કર્યું હોત તે ઠીક, આ તો ભેગું તમારું ય અપમાન તેણે કર્યું છે. કયા શબ્દોમાં હું એ બધી વાત તમને સમજાવું ? વિમલાએ જુઠું બોલી પોતાની વાત સાચી કરાવવાને પ્રયત્ન કર્યો. તો શું સુનંદાએ મારું પણ અપમાન કર્યું ? એની આવી હિંમત? હું પણ તેને બતાવી આપીશ કે સુરસુંદરીને છેડવી કેટલી ખરાબ છે! પણ તું મને કહે તો ખરી કે તેણે તને કહ્યું શું?” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust