________________ 73 ભીમસેનને સંસાર તેમાં આ રીતે ભવ્ય પૂજા કરવાનું નિમિત્ત મળ્યું. તેણે તરત જ આ માટે બધી વ્યવસ્થા કરાવી અને વાજતે ગાજતે સુશીલાને દેહલે પૂર્ણ કર્યો. ત્યારબાદ પૂરા માસે સુશીલાને પુત્ર જન્મ આપે. કહેવત છે. પુત્રનાં લક્ષણ પારણામાંથી. આ પુત્રનાં લક્ષણ જન્મથી જ ઉચ્ચ હતાં. તે સમયના બધા ગ્રહો પણ સૌમ્ય અને ઊંચા રથાને હતા. ટૂંકમાં પુત્ર ઉત્તમ લક્ષણવતો હતો. પુત્રજન્મ થતાં જ પરિચારિકાએ જઈને ભીમસેનને વધાઈ આપી. રાજાનું હૈયું આ ખુશખબરથી નાચી ઊઠયું. તેણે તરત જ વધાઈ આપનાર પરિચારિકાને હીરાજડિત વીંટી ભેટ આપી દીધી. અન્ય યાચકવર્ગને પણ ચોગ્ય દાન કર્યું. તે દિવસે સાધુ-સંતોની ભક્તિ કરી. જિનાલયોમાં પૂજા ભણાવી અને બહુમૂલ્ય પ્રભાવના કરી. રાજગરને બોલાવી પુત્રજન્મ સંસ્કાર કર્યો. છઠ્ઠીનું જાગરણ કર્યું અને બારમા દિવસે, નેહી–સ્વનોને બોલાવી તેઓની હાજરીમાં પુત્રનું નામ દેવસેન જાહેર કર્યુ. આ દેવસેન સ્વભાવે શાંત અને સહિષ્ણુ પ્રકૃતિને હતે. તેનું અંગે અંગ સૌમ્ય અને રૂપાળું હતું. પાંચ ધાવમાતાઓ તેનું નિરતર સંવર્ધન કરતી હતી. ભીમસેન અને સુશીલા પણ તેને વારંવાર રમાડતાં હતાં. આમ અનેકના હાથમાં રમતો કૂદતો દેવસેન મેટ થવા લાગે. - ત્યારબાદ કેટલાક સમયે સુશીલાએ ફરી એકવાર શુભ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust