________________ - વર ઘોડે ચડયો - જોતજોતામાં તે રાજગૃહ અને કૌશાંબી બંને નગરની સુરત બદલાઈ ગઈ. જાણે ઈન્દ્રપુરી પૃથ્વી ઉપર ઉતરી ન ન આવી હોય તેવી તેની રચના થઈ ગઈ! વરઘેડાનો દિવસ આવી પહોંચે. વરને સજાવવામાં આવ્યું. પ્રથમ ભીમસેનને પીઠ ચાળીને સુગંધિત ગુલાબ જળથી સ્નાન કરાવ્યું. ઉત્તમ અને મુલાયમ અંગલુંછણાથી ભીમસેનનું શરીર લૂછયું. પિષાક પરિધાનકોએ આવીને ભીમસેનને વેશભૂષા પહેરાવી. સુરવાલ, પહેરણ અને ઉપર મખમલન જરીભરત જડેલે લાંબે કેટ પહેરાવ્યું. માથે કલાત્મક ને બારીક કારીગરીવાળ રત્નોનો તેજ પ્રકાશ પાથરતો મુકુટ મૂકો. તેના ઉપર સુવર્ણકલગી મૂકી. દશે આંગળીએ વિવિધ રંગી વીટીઓ પહેરાવી. ગળામાં નવલખે હાર બાં કાન આગળ બે સુવર્ણ કંડલે બાંધ્યાં. કમરની ફરતી રત્ન મેખલા પહેરાવી. સુગંધિત મસાલાઓથી ભરપૂર મેંમાં પાનનું - બીડુ ખવરાવ્યું. * આ પ્રમાણે ઉત્તમોત્તમ રીતે ભીમસેનને શણગારી તે તેના હાથમાં શ્રીફળ મૂકયું. કપાળમાં કુકુમ તિલક કર્યું. અને પછી તેને સુંદર રીતે શણગારેલા એવા વેત અશ્વ ઉપર બેસાડ. મંગલ ઘડી થતાં જ વરઘોડે ચાલી નીકળે. શરણાઈ. - એના સૂર ગૂંજી ઊઠયા. ઢોલ-ત્રાંસાં ગડગડી ઊઠયાં. નગરના સ્ત્રીવૃંદેએ લગ્નગીતોથી બજારને ભરી દીધું. સાજન એટલું | અધું હતું કે જાણે માનવ મહેરામણ ઊમટયો હોય તેવું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust