________________ 5 વર ઘોડે ચડયે સંસારિક જીવન વ્યવહારમાં લગ્ન એક ઘણે મોટો ઉત્સવ ગણાય છે. આ અંગે મહિનાઓ અગાઉ ભારે તૈયારીઓ થાય છે. જેને ત્યાં લગ્ન પ્રસંગ હોય છે ત્યાં પ્રવૃત્તિની ધમાલ મચી રહે છે. આ તો રાજાના દીકરાના લગ્ન હતા. પછી એમાં શી મણું હોય ? રાજમહેલના કર્મચારીઓથી માંડીને નગરના સામાન્ય જન પણ આ ઉત્સવની તૈયારી કરવા લાગી ગયાં. ઘરેઘર આનંદ છવાઈ ગયે. સ્ત્રીઓ તો આ પ્રસંગને લઈ ગેલમાં આવી ગઈ જાત જાતના લગ્ન ગીતથી રાજગૃહ નગર રાત દિવસ ગૂજી ઊઠયું. રાજ આજ્ઞાથી નગરના પાકશાસ્ત્રીઓ નામ સાંભળીને મોમાં પાણી આવી જાય તેવા મિષ્ટાન્ન બનાવવાની તૈયારીમાં લાગી ગયા. દૂર દૂર સુધી મિષ્ટાન્નમાં વપરાતા સુગંધિત પદાર્થોની સુવાસથી ચોરા ને ચૌટા મઘમઘી ઊઠયા. સોનીઓ પણ આળસ ખંખેરીને સાબદા થઈ ગયા. ભી. 4. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust