________________ 430 ભીમસેન ચરિત્ર મહાનુભાવે ! જે જીવ તને જાણતો નથી, તે જીવ અજાણ્યા મુસાફરની જેમ અહીંથી તહી વ્યર્થ ભમ્યા કરે છે. આ તો નવ પ્રકારના છે. જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મેક્ષ. બંધ તત્ત્વમાં પુણ્ય અને પાપન અંતર્ભાવ કર્યો છે. ઉત્પતિ, સ્થિતિ અને વ્યયવાળો, અમૂર્ત, ચેતનાલક્ષણ વાળે, કર્તા, ભોકતા અને શરીરમાં ઉત્પન્ન થનારો, ઉર્ધ્વગામી તે જીવ તત્વ છે. જે કર્મ પ્રવૃત્તિનો કર્યા છે અને કર્મના ફળનો ભક્તા છે. તેમજ જે સંસારમાં પરિભ્રમણ કરે છે અને અંતે મોક્ષ પામનારે છે, તે આત્મા છે. આત્માના સિદ્ધ અને સંસારી એવા બે ભેદ છે. અને નરક આદિ ચાર ગતિના ભેદથી સંસારી જીવ ચાર પ્રકારના છે. માટે ભો! આ નવે તને તમે બરાબર ઓળખે. તમે પાપમાંથી અટકો અને આ માનવભવનો યથાર્થ ઉપગ કરી લે.” કેવળી ભગવંતે પોતાની ધર્મદેશના પૂરી કરી. શ્રોતાઓએ પિતાની યથાશક્તિ તે સમયે વ્રતો ગ્રહણ કર્યા અને ભગવંતની પ્રચંડ અવાજે જયઘોષણા કરી. સૌ શ્રોતાઓ વિખરાઈ ગયા. દેવ દેવસ્થાને ગયા અને માનવ સૌ સ્વ સ્વસ્થાને ચાલ્યા ગયા. કેવળી ભગવંત શ્રી ભીમસેન મહારાજાએ ચગ્ય દિવસે વિહાર કર્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust