________________ ભીમસેન ચરિત્ર તેના દબાણને લઈ તમે જે છે, તમારે જે અસલ સ્વભાવ છે, તમારું જે ખરું ને સાચું સ્વરૂપ છે, તેનો તમને ખ્યાલ આવતો નથી. પરિણામે દેહને જ તમારે માની, તેના ધર્મમાં મશગૂલ બની તમે અનેક પ્રકારનાં સુખદુઃખ ભેગો છો, ભવની ભ્રમણ કરે છે. આથી હે ભવ્યો ! તમે તમારા આત્માને ઓળખે. તમારા આત્મસ્વરૂપને જાણે, અને જે તમારે આત્મધર્મ છે તેનું યથાર્થ પરિપાલન કરો. - મેહનો ત્યાગ કરે, મમતાને દૂર કરે, આસક્તિને નાશ કરે, પાપથી બચો. જ્ઞાનનું સેવન કરે, તત્ત્વને ઓળખે. સુદેવ સુગુરુ અને સુધર્મનો સંગ કરો. વિશુદ્ધ શિયળનું પાલન કરે, બાર પ્રકારના તપ કરે, બાર વ્રતોનું પાલન કરે, બાર ભાવનાઓ ભાવો. દુષ્ટ વિપાકવાળા અસગ્રહને મૂકી દે. શુભધ્યાનથી કર્મમળનું પ્રક્ષાલન કરે અને વૈરાગ્ય ભાવનાથી આત્માને વાસિત કરે. - જે ભવ્ય જુવો આ રીતે કર્મને ક્ષય કરવા અપ્રમત્ત ભાવે ઉદ્યમશીલ બને છે, તે કદી દુર્ગતિ પામતો નથી અને કેમે કમે તે મુક્તિને વરે છે. ભવ્ય ! આદેશ . કરેલા ગુણનું નિયમપૂર્વક નિષ્ઠાથી પાલન કરે. તેના પાલનથી સંસારના ત્રિવિધે ય તાપને નાશ થશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust