________________ પાપ આડે આવ્યાં 411 આથી આ ભવે એ જ વણિકનો જીવ મરીને લક્ષ્મી પતિ થશે. તેની પત્ની સુભદ્રા થઈ અને તેઓએ. આ ભવે તમારા ગત જન્મનો બદલે લીધે. પૂર્વભવમાં તે વિશ્વાસઘાતથી તારા ભાઈના અલંકારો દદ લઈ લીધા તેથી આ ભવે તેણે તારું રાજ્ય ઝુંટવી લીધું. માટે હે રાજન ! બોધ પામ. અને કર્મની ગતિને સમજ. જે જીવ જે કર્મ કરે છે, તે ભોગવવાથી જ તેનો ક્ષય થાય છે. પૂર્વ જન્મમાં કરેલાં અશુભ કર્મ તે આ ભવમાં ભગવ્યાં. હવે નવીન કર્મ ન બંધાય ને સકલ કર્મનો ક્ષય તિ થાય તે ઉદ્યમ કર. હંમેશા ધર્મ કર. જ્યાં ધર્મ છે, ત્યાંજ જય છે. જે હંમેશા સર્પની જેમ જન સંસને ત્યાગ કરે છે, જે મડદાની જેમ યુવતીને દૂરથી પણ જોતો નથી, તેમજ જે વિષય સુખને વિષ સમાન સમજે છે, તે ધીર પુરુષ વિજય મેળવે છે. અને અંતે મોક્ષપદને પામે છે. અજ્ઞાનરૂપ કાદવથી ઉત્પન્ન થયેલું, તત્ત્વ વગરનું, દુઃખનું એક સ્થાન, જન્મ, જરા અને મૃત્યુથી યુક્ત એવા સંસારના બંધનને અનિત્ય જાણ! જ્ઞાનરૂપ તલવારથી તેનાં બંધનો કાપી નાંખ! આલેકમાં સુવિધિપૂર્વક અને સમ્યગ્ર રીતે સેવન કરાયેલ ધમ ત્રિવિધ તાપને દૂર કરે છે. પિતાની જેમ હિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust