________________ પાપ આડે આવ્યાં 405 * તેણે સરોવરમાંથી એક મહા વિકરાળ જળચરને પોતાની તાકાતથી બહાર ખેંચી કાઢયું. જળ વિના તે જીવ અકળાવા લાગ્યો. તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો. તે તરફડીયા ખાવા લાગ્યું. કામજિતે થોડીવાર સુધી તેની આ વેદના જોઈ. તેને આનંદ આવ્યું. પણ પછી તેને એ જીવની દયા આવી. આથી તરત જ તેણે એ જીવને પા છે સરોવરમાં ફેંકી દીધા. આમ વિવિધ પ્રકારે સરોવરમાં પ્રિયા સહ આનંદ કરી તે વનમાં દાખલ થશે. અને વનનું સૌન્દર્ય જોવા લાગ્યું. - ત્યાં તેની નજર જતા એક વટેમાર્ગ ઉપર પડી. તરત જ તેણે તોફાન કર્યું. એ વટેમાર્ગુને લૂંટી લીધેએ વટેમાર્ગ રતને લઈને જતો હતો. અને ઝવેરી હતો. આમ અચાનક પિતે લુંટાઈ ગયે. તેથી ઝવેરી બેબાકળો બની ગયો. ને રડવા લાગ્યો. લગભગ તે મૂચ્છિત થઈ જવા જેવું થઈ ગયે. કામજિતને કંઈ રત્નોની જરૂર ન હતી. એ કંઈ લૂંટારે ન હતો. પણ એક ગમ્મત ખાતર તેણે આમ કર્યું હતું. ઝવેરીની દયા આવી. આથી તેણે તેના રત્નો પાછા આપી દીધા. ત્યાંથી બંને જણા આગળ વધતાં એક દેવીના મંદિરમાં આવ્યા. આ મંદિરમાં એક કન્યા દેવીની ભક્તિ કરી રહી હતી. રાણીની નજર તેના ગળા ઉપર ગઈ. એ ગળામાં ૨નહાર હતો. એ રત્નાહાર ઉપર તેની નજર બગડી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust