________________ પા૫ આડે આવ્યા 403 કર્યો!” પ્રજાપાલનું હૈયું રડવા લાગ્યું, વિદ્યુમ્નતિ પણ શકાતુર બની ગઈ બંનેની આ દશા જોઈ પ્રીતિમતિની દાસી દેવદત્તાએ પણ તેને સમજાવવા પ્રયત્ન કર્યો. આવા વિશ્વાસઘાતથી કંઈ સારું પરિણામ નહિ આવે. એ અલંકારો તમે નાની રાણીને પાછા આપી દે. પણ પ્રીતિમતિ ન માની, તે ન જ માની. માયા અને છળકપટ કરી પ્રીતિમતિએ આથી કમબંધ કર્યો. વિશ્વાસઘાતનું તેને પાપ લાગ્યું. પરંતુ તેને તે આ પાપની કંઈ પડી ન હતી. અલંકારે આ રીતે મેળવી લેવાથી તે ખુશખુશાલ હતી. એક દિવસ વારાણસીમાં આચાર્ય ભગવંત પોતાના શિષ્ય સમુદાય સાથે વિહાર કરતાં પધાર્યા. ' કામજિત, પ્રજાપાલ તેમજ અન્ય પરિવારજનો તે ભગવંતને વંદના કરવા માટે ગયા. આચાર્ય ભગવતશ્રીએ સૌને ધર્મલાભ આપે અને પ્રેરક ધર્મદેશના આપી. આચાર્યશ્રીએ તે દિવસે વિશ્વાસઘાત વિષે સચોટ ઉપદેશ આપ્યો. વિશ્વાસઘાત એ મહાપાપ છે. એ પાપ કરનાર દુર્ગતિ પામે છે, અને અનંતા ભવ દુઃખ પામે છે. જેઓ તેવા પાપ આચરતા નથી, તેઓ આ લેક ને પરલોકમાં નાગદત્તની જેમ સુખી થાય છે. આમ કહી ભગવંતે નાગદત્તનું દષ્ટાંત કહ્યું. આચાર્યશ્રીના આ દેશના સાંભળી કામજિત અને પ્રીતિ