________________ 394 ભીમસેન ચરિત્ર આપની ઉચિત ઈચ્છાનો હે' જરૂરથી અમલ કરીશ. ફરમાવો.” રાજાએ વિનમ્રભાવે કહ્યું. ‘તો આવ, ઊભું થા. અને મારી સાથે ભેગ ભેગવ.” - “એ નહિ બને દેવી ! પરસ્ત્રી એ મારે મન માં બરાબર છે. તમે મારી મા છો. પૂજ્ય છે. એવી અનુચિત ઈરછા કરી મને પાપમાં ન ઢસડે.” રાજાએ મક્કમ સ્વરે કહ્યું : - દેવીએ તેથી હાર ન માનતા રાજાને ચલિત કરવા ઘણા પ્રકારે પ્રયત્ન કર્યા. ખૂબ જ કામેરોજક હાવભાવ કયો. -પરંતુ સિંહગુપ્ત તો સિંહ જ બની રહ્યો. આંખ મીચીને મંત્રનું રટણ કરતે શાંત અને સ્વસ્થ ચિત્ત બેસી રહ્યો. : દેવીએ જોયું, કે રાજા પ્રતિજ્ઞાપાલક છે ને ઉગ્રસાધક છે. તેણે પોતાની માયા સંકેલી લીધી અને દેવી સ્વરૂપે પ્રગટ થઈ કહ્યું: “રાજ ! તારું દૌર્ય અને શૌર્ય જોઈ હું પ્રસન્ન થઈ છું. લે આ શ્રીફળ વેગવતીને તે ખવડાવજે. તેના પ્રભાવથી તને મહાપ્રતાપી એવા બે પુત્રરત્નોની પ્રાપ્તિ થશે.” આટલું કહી દેવી અદશ્ય થઈ ગઈ. રાજા શ્રીફળ લઈ રાજમહેલમાં આવ્યો. અડમનું પારણું કર્યું. અને વેગવતીને પિતાની સાધનાનો સઘળો વૃતાંત જણાવ્યું. તેમજ દેવીએ આપેલું શ્રીફળ પણ આપ્યું. શ્રીફળના પ્રભાવથી વેગવતીએ કાળક્રમે બે પુત્રોને જન્મ આપે. પુત્ર જન્મથી રાજા અને રાણે બંનેને આનંદ આનંદ થઈ ગયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust