________________ જ કામ જ મજા પાપ આડે આવ્યા 393 . એ પછી બંને રાજમહેલમાં આવ્યા. થોડા દિવસ બાદ શુભ દિવસે રાજાએ મંત્ર સાધનાની તેયારી કરી. કાલિકાના મંદિરમાં તેણે આ સાધનાની શરૂઆત કરી. પોતે અઠમ તપ કર્યો. આ સાથે મંત્રીને પણ તેણે ઉત્તરસાધક તરીકે રાખે. ત્રીજા દિવસની રાતે કાલિકાદેવીએ રાજાની અગ્નિપરીક્ષા કરવી શરૂ કરી. વિકરાળ સિંહગર્જના કરી. ભરિંગ નાગના કુંકાર કર્યા. ચામડી શેકી નાંખે તેવી અગ્નિ વર્ષા કરી. શરીરને આરપાર વીધી નાખે તેવા કીડાઓ રાજાના શરીર ઉપર ફેંકયા. પણ રાજા પિતાની સાધનામાંથી જરા પણ ચલિત ન થશે. એકચિ તે મંત્રનું રટણ કરતો રહ્યો. પ્રતિકૂળ ઉપસર્ગોથી રાજા ચલિત ન થશે, એટલે દેવીએ અનુકૂળ ઉપસર્ગો કરવા માંડયા. ' તેણે પોતાનું સુંદર અને જાજવલ્યમાન સ્વરૂપ પ્રગટ કર્યું. અને બોલી : “રાજન ! હું તારી સાધનાથી પ્રસન્ન થઈ છું. માંગ તારે શું જોઈએ છે.” “દેવી ! મારી માંગથી આ૫ કયાં અજ્ઞાત છે ? આપ પ્રસન્ન થયા હોય તે મારી એ અભિલાષા પૂર્ણ કરે.' ' જરૂર પૂર્ણ કરું. પરંતુ એ પહેલાં તારે મારી ઇચ્છાને તાબે થવું પડશે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust