________________ 30 : આચાર્યશ્રી હરિષણ સુરિજી ભીમસેને આત્માના ઉલાસપૂર્વક હરિષણને દીક્ષા લેવાની અનુમતિ આપી. હરિપેણને તેથી ઘણો જ આનંદ થો. ભીમસેનની આ અનુમતિમાં સુશીલાએ પણ સાથ આપે. તેણે પણ પોતાના દિયરને અંતરના ઉમળકાથી ખરા અંતઃકરણથી આશીર્વાદ આપ્યા. હરિષણ વડીલ બંધની અનુમતિ મળતાં જ સીધે આચાર્ય ભગવંત પાસે આવ્યા. સૂરીકવરે દીક્ષાનું શુભ મુહૂર્ત કાઢી આપ્યું. ભીમસેને એ દરમિયાન સારી ય રાજગૃહી નગરીમાં ભારે ધામધૂમપૂર્વક દીક્ષા મહોત્સવ ઉજવ્યો. નગરના તમામ - જિનાલમાં પૂજા ભણાવી. ભારે આંગી રચાવી. અષ્ટાદ્વિકા મહત્સવ મનાવ્યું. ઠેર ઠેર સ્વામીવાત્સલ્ય કરાવ્યું. ગરીબોને - ભોજન અને વસ્ત્રોનું દાન કરાવ્યું. અમારિ પડહ વગડાવ્યો. કસાઈખાના બંધ કરાવ્યા. અને હરિષેણના પાસે મુક્ત હાથે સાંવત્સરિક દાન કરાવ્યું. P.P. Ac. Gunratnasuri M.S.