________________ - = ગુરુની ગરવી વાણી 359 જ્ઞાન અમને આપ્યું છે, કે એ ભવ હું હવે હારી જવા નથી માંગતો. મારે આત્મા તો હવે આપે બતાવેલો એવો અનાગારી ધર્મનું આરાધન કરવા જ કહે છે.” હરિપેણે વિનમ્રભાવે કીધું. મહાનુભાવ! તો વિલંબ શા માટે ? ગયેલી પળ કદી પાછી નથી આવતી. સુખેથી દીક્ષા અંગીકાર કરે અને આત્મ કલ્યાણ કરો.” ‘ગુરુદેવ ! હું આજે જ મારા વડીલ બંધુની આજ્ઞા મેળવી લઈશ. તેમની અનુમતિ મળતાં જ હું આપની પાસે ચાલ્યો આવીશ. હવે તો એક પળ પણ આ અસાર સંસારમાં રહેવું અકારું લાગે છે.” હરિઘેણે પિતાની આત્મભાવના જણાવી. વડીલેની આજ્ઞા જરૂર મેળવે તેમના આશીર્વાદ લે. અને પછી ચાલ્યા આવો. વીરપ્રભુને આ ધર્મ તો સૌ માટે સદાય ખૂલે છે.” હરિપેણ તરત જ રાજમહેલમાં આવ્યો. આવીને ભીમસેનને મળે. હાથ જોડીને વિનમ્રભાવે તેણે પોતાની આત્મભાવના જણાવી. “હરિણ! તારી શુભ ભાવનાનું હું અનુમોદના કરું છું. આવી ભાવના અંતરમાં જન્મવી એ જ ઘણું ભાગ્ય છે. તું ખરેખર ભાગ્યશાળી છે. L. પણ ભાઈ! હજી તો તું મારાથી ઉંમરમાં માને છે. વળી સંસારના સુખે પણ તે તો હજી પૂરાં ભગવ્યાં નથી. અને દીક્ષા એ કંઈ બાળકના ખેલ નથી. ઘણી બધી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust