SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ભીમસેન ચરિરા ગુરુ જે કંઈ પાઠ આપે તે બરાબર ધ્યાનથી તે સાંભળતાં. તેનું મનન કરતા. કંઠસ્થ કરવા યોગ્ય કંઠસ્થ પણ કરતા. અને ત્યાં પોતાને શંકા પડે ત્યાં પ્રશ્નો પણ પૂછતા. ચર્ચા સભાઓમાં તે બંને ભાઈઓ મોખરે રહેતા. બંને એકબીજાને મહાત કરવા માટે જડબાતોડ, એકબીજાને મુઝવી નાખે એવી દલીલ કરતા. અને બંનેય તેના જવાબ પણ સુંદર ને સચેટ આપતા. કેઈનાયથી ઉતરે તેવા તેઓ ન હતા. બંને પ્રથમ રહેતા. શું સાહિત્ય કે શું શસ્ત્ર શાસ્ત્ર, દરેક વિષયમાં બંને પ્રથમ નંબર રાખતા. આવા વિદ્યાથીએ ગુરુના વહાલા હોય તેમાં શું નવાઈ ? કયારેક તે એ ગુરુને પણ હરાવી દેતા. ત્યારે પિતા કરતાં પિતાને શિષ્ય વધુ વિદ્વાન બનતો જાય છે એ જોઈને ગુરુ, એવો શિષ્ય પિતાને હવા માટે ગૌરવ અનુભવતા. ગુરુ પણ આ બંને ભાઈઓને અદકેરો ઉત્સાહથી બધા જ પ્રકારની તાલીમ આપતાં. એ તાલીમ આપતી વેળા તે એ. ન જતા કે આ તો રાજપુત્રો છે, તેમને કેમ કંઈ કહેવાય ? ત્યારે ગુરુનું માન સૌથી ઊંચામાં ઊંચું હતું, તેમના બેલને સૌ સ્વીકાર કરતાં. બધા જ છાત્રોને એ છાત્ર જ સમજતા. આ રાજપુત્ર છે, આ નગરશેઠનો પાટવીકુંવર છે ને આ. મામુલી બાપને દીકરે છે એવા અલગ ચકાથી તે છાત્રોને શીખવતા નહિ. બધા ઉપર સરખું જ ધ્યાન આપતા. ગુરુએ અનેક વર્ષોની જહેમત લઈ આ બંને ભાઈઓને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036419
Book TitleBhimsen Charitra Gujarati
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1980
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size230 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy