________________ રામ અને લક્ષ્મણ 25 સાથે પણ સૂઈ જતો. પરંતુ હરિપેણ તે મા સિવાય બીજા સાથે સૂતો જ નહિ. દિવસો વહેતા ગયા ને બંને ભાઈઓ સોનારૂપાના હાથી ઘોડે રમતાં રમતાં સાચા હાથી ઘોડા ઉપર બેસતા થઈ ગયા. અશ્વસ્વાર બંને ભાઈઓને ઘોડે બેસાડીને દૂર સુધી ફરવા લઈ જતાં. કયારેક ગજરાજ ઉપર પણ ફરી આવતા. ભીમસેન હરિપેણ કરતાં ઉમરમાં બે વરસ મોટા હતા. પરંતુ એવી મોટાઈ તે રાખતો નહિ. બંને જાણે સરખી ઉંમરના હોય તેમ જ એ વર્તતો. નાના ભાઈને તે ખૂબ જ ચાહતો. બધી વાતમાં તેને જ પ્રથમ પસંદગી આપતો. - હરિ પેણ પણ મોટાભાઈનું બહુમાન કરતા. તેમનો પડ્યો બોલ ઝીલી લેતો. તેમની સાથે ઊંચા અવાજે બોલતો નહિ. આ બધું હોવા છતાં પણ બંને વચ્ચે પ્રેમ ઘણો જ હતો. બેયના જીવ એકમેક સાથે ખૂબ જ હળીમળી ગયા હતા. આથી જયાં જુઓ ત્યાં આ બંને સાથે જ જણાતા. ભીમસેનની ઉંમર મોટી હતી આથી તેને પ્રથમ ગુરુકુળમાં મૂકો. એ પછી હરિપેણને પણ તે પછીના બે વરસે ત્યાં મૂકો. બંને ભાઈઓ બુદ્ધિમાં કુશાગ્ર હતા. અને જન્મથી જ તેઓને સારા ને ઉચ્ચ સંસ્કાર મળ્યા હતા. આથી ગુરુકુળમાં બધા જ છાત્રોની વચમાં તેઓ અલગ તરી આવતા હતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust