________________ 348 ભીમસેન ચરિત્ર આ દૃષ્ટાંતો માનવભવની દુર્લભતા સમજાવનારા છે. આપણે તે વિગતથી જોઈએ. બ્રહ્મદત્ત ચક્રવતીએ એક બ્રાહ્મણને ખુશ થઈ વરદાન આયું કે “જાવ, ભૂદેવ ! આ સમસ્ત ભરતક્ષેત્રમાં જેટલા ઘર છે, તે દરેક ઘેરથી તમને રોજેરેજ ભેજન મળશે. ભરતક્ષેત્રમાં ઘર કેટલાં? અને બ્રાહ્મણનું આયુષ્ય કેટલું? એ આયુષ્યના દિવસે કેટલા ? એ દિવસોના ટંક કેટલા? - હવે જે ઘરેથી તે બ્રાહ્મણને એક ટંક ભેજન મળ્યું હોય, તે ઘરનો ફરીથી બ્રાહ્મણને જમાડવાનો સમય આવે ખરો? એ શક્ય છે ખરું? આ એ જ રીતે માનવભવનું છે. એ એકવાર મળે તે મો. વારંવાર તે મળતો નથી. + + + જુગારમાં ખેલાડી ચાણકયે તમામ શ્રીમંતોને જુગારમાં હરાવી દીધા. ને તેનાથી જે ધન મળ્યું તેનાથી તેણે ચંદ્રગુપ્તનો રાજભંડાર ભરી દીધા આ શ્રીમંતેમાંથી કોઈ કદાચ ચાણકયને ફરી જુગારમાં હરાવી પોતાનું ધન મેળવી શકે એ કદાચ બને. પરંતુ જે જીવ માનવ જન્મને એકવાર હારી જાય છે, તે જીવ ફરીથી માનવજન્મને મેળવી શકતો નથી. - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust