________________ ગુરૂની ગરવી વાણી 347 સૌ એવો પુરુષાર્થ કરો કે જેથી ભવાંતરમાં કયારેય પણ તમારે એ દુઃખ સહન ન કરવું પડે. આ દુઃખ નિવારવાનો એક માત્ર ઉપાય ધર્મ જ છે. જે જીવ શુભ ને શુદ્ધ મને આત્મધર્મની એકાગ્રતાપૂર્વક ઉત્કટપણે આરાધના કરે છે, તે જીવેને ફરી ફરી જનમવું પડતું નથી. બાકી આ ચૌદ રાજલેકમાં એવું એક પણ સ્થાન ખાલી નથી રહ્યું, કે જ્યાં કર્મ તંત્રથી પરાધિન એવા જીવે ત્યાં જન્મ ન લીધે હેય! અને આ જનમ-મરણના ફેરા જીવે કેટલીકવાર કર્યો, કયાં કર્યા તેને કઈ હિસાબ નીકળી શકે તેમ નથી. આવા અનંતા જન્મમાં ભમી ભમી આજ જીવને માનવજન્મ પ્રાપ્ત થયું છે. ત્યારે આ ભવ કેટલે દુર્લભ હશે ? આ હિસાબે આ માનવ જન્મનું કેટલું બધું મૂલ્ય હશે ? દેવભવ, તિર્યચભવ વગેરે ભવો તો વારંવાર મળે છે. પરંતુ આ માનવભવ વારંવાર મળતો નથી. આથી જ તે શાસ્ત્રકાર મહારાજાઓએ આ માનવભવને દશ દૃષ્ટાંતો વડે દુર્લભ કહ્યો છે. આ દશ દૃષ્ટાંતો અનુક્રમે આ પ્રમાણે કહ્યાં છે ? (1) બ્રાહ્મણનું ભેજન, (2) પાશક, (3) ધાન્યનો ઢગલે, (4) જુગાર, (5) મણી, () ચંદ્રના પાનનું સ્વપ્ન, (7) ચક્ર, (8) કાચબા, (9) યુગ અને (10) પરમાણું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust